Skip to main content

Posts

Showing posts from March 1, 2018

કુશાસન ઉપર સુશાસનનો વિજય : કચ્છમાં હોલિકાદહન

કચ્છમાં ઠેરઠેર હોલિકાદહન કરવામાં આવ્યું , ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય એટલે હોળીની પ્રદક્ષિણા. કચ્છમાં ઠેરઠેર હોલિકાદહન કરવામાં આવ્યું  હોળીના પર્વ નિમિત્તે આજે ક્ચ્છ પંથકમાં ઠેર ઠેર હોલિકાદ હન નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.હોળીના પાવન પર્વ નિમિત્તે ભુજ ખાતે દરેક સોસાયટીઓ , નગરોમાં હોલિકાદહનના કાર્યક્રમ નું આયોજન કરાયું હતું.હોળીએ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો પર્વ છે.જેથી શહેરીજનોએ હોળીના દર્શન કરીને પોતાના સ્વાસ્થ્ય અંગે પ્રાથના કરી હતી. Advertisement અને આશીર્વાદ મેળવ્યા હતા.નાના બાળકોએ પણ  હોલિકા દહનની પ્રદક્ષિણા કરી હતી.ભુજમાં 100 થી 125 જગ્યાએ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું.ભુજ ઉપરાંત અંજાર , ગાંધીધામ , ભચાઉ ,રાપર ,અબડાસા,નખત્રાણા,માંડવી,મુન્દ્રા ખાતે પણ હોલિકા દહન નું આયોજન કરવામાં આવ્યુ હતું.અને હોળી ના પર્વની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી. Advertisement - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : ma

કચ્છના બે ખલાસીનો ઇરાનની જેલની કેદમાંથી છુટકારો..

કચ્છના બે ખલાસીનો ઇરાનની જેલની કેદમાંથી છુટકારો થયો હતો. જે અંગે આજે સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી. કચ્છના માંડવી તાલુકાના સલાયા ગામના ખલાસીઓ ઇરાનની જેલમાં કેદ હતા.જેને ભારત સરકારના અથાગ પ્રયત્નો થકી ઈરાની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.દરિયાઈ જળ સીમાનો ભંગ થતા તેમને ઈરાની જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. વર્ષ 2014ની 4 ઓગસ્ટના દુબઈથી ઉપડેલું અલ સફીના જહાજ મધ દરિયે દરિયાઈ સીમાનો ભોગ બનતા ભુલથી ઇરાનની જળ સીમમાં પ્રવેશી ગયું હતું.જેથી આ જહાજ અને તેમાં સવાર 12 મેમ્બરની અટકાયત કરાઈ હતી.અને તેમને ઇરાનની મીનાપ બંદરા જેલમાં રાખવામાં આવ્યા હતા.જેમાંથી 9 મેમ્બરો અને જહાજનો છુટકારો થઈ ગયો હતો.પરંતુ માંડવીના સલાયાના 3 મેમ્બરોને જેલમાં રાખવામાં આવ્યા હતા.જેમાં (૧) સાજીદ સુમરા (૨) ઇબ્રાહિમ રજાક(૩) ઉમર થૈમ નો સમાવેશ થાય છે.કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા , કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજજી ના અથાગ પ્રયત્નો થકી બે મેમ્બરોને ઈરાની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.સલાયાના ઇબ્રાહિમ રજાક અને સાજીદ સુમરા જેલમાંથી મુક્ત થઈને માદરે વ

Mom , મા ઓનલાઈન માર્કેટ : ઘડિયાળ ,કુર્તિ

લેટેસ્ટ ડિઝાઇન , આકર્ષક દેખાવ અને કિંમત માત્ર નજીવી , સ્ટોક લિમિટેડ , આજે જ ઓર્ડર કરો . ઘર બેઠા મેળવો તમારી વસ્તુઓ  Rado કંપની  ઘર બેઠા મેળવો તમારી વસ્તુઓ  આપની માટે લાવી રહ્યા છીએ લેટેસ્ટ કુર્તિ નો ખજાનો  ફોટો જેવીજ કવાલિટી size L,M,Xl અને લંબાઈ 44  કુર્તા વર્ક : પ્રિન્ટેડ બોટમ  Type: full stich kurti  કિંમત માત્ર  950  Note : ભુજ થી 5 કિમિ દૂર ડિલિવરી ચાર્જ અલગથી આપવાનો રહેશે. ઓર્ડર માટે :  મા ઓનલાઈન માર્કેટ , ભુજ કચ્છ. અંજલી રામાણી  દીપ્તિ ગોર  72260 06125

મેઘપર ખાતે મંદિર ના પુજારી ને કરવામાં આવી મારામારી..

જાણવા મળતી માહિતી અનુસાર ભુજ તાલુકાના મેઘપર ખાતે મંદિર ની પૂજા કરતા પુજારી ગોસ્વામી મેહુલગીરી તેમજ પરિવાર ને માર મારવામાં આવ્યો છે. મેહુલગીરીના જણાવ્યા અનુસાર તેઓ મંદિરે થી પૂજા કરી ને ઘરે પરત ફરતા હતા ત્યારે રમેશ ગોવિંદ હાલાઈ, હરેશ ગોવિંદ હાલાઈ, હરેશ માવજી હાલાઈ અને દિનેશ હીરાણી નામના શખ્સો ધોકા અને પાઈપ વડે માર મારવા ઘરે આવ્યા હતા. જેમાં મેહુલગીરી, તેના કાકા તેમજ કાકા નો પુત્ર ઘાયલ થયા હતા જેમાં તેમને સારવાર માટે ભુજ ખાતે ની જી.કે. જનરલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અહેવાલ અને તસ્વીર કિરણ ગોરી 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

નાગોર રોડ પર છકડો પલટી મારી જતા બે ઘવાયા..

જાણવા મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે નાગોર રોડ પર છકડો પલટી મારી ગયો હતો જેમાં સવાર પિતા પુત્ર ને ઈજાઓ પહોચી હતી. ચાલક હરેશ જીવા દેવીપુજક ને તેમજ તેના પુત્ર વિજય જીવા દેવીપુજકને માથાના ભાગે ગંભીર પ્રકાર ની ઈજાઓ થઈ હતી. બંને ને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને હાલ સારવાર ચાલુ છે.. અહેવાલ અને તસ્વીર - કિરણ ગોરી 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com