બહુચર્ચીત નલિયાકાંડની પિડીતા આજે ભુજ કોર્ટમાં જુબાની આપવા માટે હાજર રહી હતી આ પહેલા તારીખ 16 ના પિડીતાને કોર્ટમાં હાજર રહેવાનુ હતુ પરંતુ તેની તબીયત નાદુરસ્ત હોવાના કારણે તે હાજર રહી શકી ન હતી જેથી કોર્ટે 18 તારીખે વધુ કાર્યવાહી માટેના આદેશ કર્યા હતા ત્યારે આજે ફરી કોર્ટમાં તેની જુબાની સાથે તેના નિવેદનોમાં ફેરફાર અંગે કોર્ટે તેની ઉલટ તપાસ કરી હતી. નલિયાકાંડ કચ્છ ભાજપના મોટા નેતાઓની સંડોવણીના કારણે શરૂઆત થી જ હાઇપ્રોફોઇલ બની રહ્યો છે. હવે પિડીતાનુ કોર્ટમાં વારંવાર ફરી જતુ નિવેદન આપવુ અને આથી અગાઉ પિડીતા દ્વારા કરાયેલી ફરીયાદ બંધ બારેણે અપાયેલા નિવેદન તેમજ પિડીતાએ દુષ્કર્મનો ભોગ બની હોવાનુ જણાવી લીધેલી સહાય જેવા વિરોધાભાષી તથ્યો આ સમગ્ર કેસમાં નવો વણાક લાવ્યા છે. તેવામાં કોર્ટે પણ કેસની ગંભીરતાને ધ્યાને લઇ પિડીતાની ફરી ઉલટ તપાસ શરૂ કરી છે. જેથી પિડીતા ભલે હોરસ્ટાઇલ થઇ પરંતુ કોર્ટ ઇચ્છે છે કે આ કેસમાં સત્ય સામે આવે અને જો કોઇ દબાણ હેઠળ પિડીતા નિવેદનો બદલી રહી હોય તો પણ કોર્ટ તેમા મુળ ફરીયાદના સત્ય સુધી કેસને લઇ ન્યાય સુધી મામલો પહોંચાડે અત્યાર સુધી પિડીતા 3 વખત ભુજ કોર્ટમા હાજર રહી...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ