Skip to main content

મુન્‍દ્રા તાલુકાના નાની તુંબડીમાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રનું લોકાર્પણ કરાયું..

તાજેતરમાં રાજય સરકાર દ્વારા લોકોને આરોગ્‍યની સેવાઓ મળી રહે અને તે અંગે જાગરૂકતા કેળવાય તે અનુસંધાને મુન્‍દ્વા તાલુકાના નાની તુંબડી ગામે પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર નાની તુંબડીના ચાર સબ સેન્‍ટર રામાણીયા, મોટી ખાખર, બેરાજા અને પ્રાગપર-૨ ના અંતરિયાળ અગિયાર ગામો રામાણીયા, બેરાજા, મોટી તુંબડી, મોટી ખાખર, કારાઘોઘા, બરાયા, બોચા, બાબીયા, પ્રાગપર-૨, ટોડા અને ડેપા જેવા ૨૦ થી ૨૨ કિલોમીટર સુધીના ગામના લોકોને સરળતાથી પ્રાથમિક સારવાર મળી રહેશે.

આ તકે પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રના ઉદઘાટન પ્રસંગે મુન્‍દ્રા-માંડવી વિસ્‍તારના ધારાસભ્‍યશ્રી વિરેન્‍દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે જિલ્‍લા પંચાયત અધ્‍યક્ષા કૌશલ્‍યાબેન માધાપરિયા, જિ.પં.શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી, તા.પ.ના પ્રમુખશ્રી રણજીતસિંહ તેમજ ડાહયાલાલ આહિર, મનીષાબેન કેશવાણી, માનબાઇ દનીચા, વાલજીભાઇ ટાપરીયા, ગીરીશભાઇ છેડા તેમજ મુન્‍દ્રા તાલુકા વિકાસ અધિકારીશ્રી વાયડા તેમજ જિલ્‍લા આરોગ્‍ય શાખામાંથી મુળુભા જાડેજા અને વિજયભાઇ પરમાર ઉપસ્‍થિત રહયા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા આરોગ્‍ય અધિકારી ડો.રાજીવ અંજારીયાના માર્ગદર્શન હેઠળ આરોગ્‍ય અંગે જાગરૂકતા કેળવાય તે અંગે આરોગ્‍યલક્ષી પોસ્‍ટર્સ, બેનર્સનું પ્રદર્શન યોજી લોકોને પેમ્‍પલેટ વિતરણ કરાયા હતા. તથા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ઓફિસર ડો.રૂચિતા ધુઆ અને મુન્‍દ્રા તાલુકાના આરોગ્‍ય કર્મચારીઓ ઉપસ્‍થિત રહયા હતા. તેવું તાલુકા હેલ્‍થ ઓફિસર, મુન્‍દ્રા-કચ્‍છની યાદીમાં જણાવાયું છે.

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv