માંડવી તાલુકાનાં કાઠડા ગામે સોનલધામમાં 45 હજારની ચીજવસ્તુની ચોરી થતાં ગઢવી સમાજ સહિત સમગ્ર વિસ્તારમાં રોષ. છેલ્લા ઘણાં સમયથી માંડવી તાલુકાને ચોર ઘર બનાવીને બેઠા હોય તેવો તાલ સર્જાયો છે , હજુ ડોણ ગામમાં આયુમાતા નાં મંદિરની ચોરી લોકો ભુલ્યા નથી ને ત્યાં ફરી આ જ તાલુકાનાં અને ગઢવી સમાજનાં આસ્થા અને શ્રદ્ધા નાં પ્રતિક કાઠડા ગામમાં આવેલ આઈ સોનલમા નાં સોનલધામમાં મંદિરમાં રહેલી દાનપેટી માંથી અંદાજે 25 હજારની રોકડ તેમજ ચાંદીનું છત્તર અને જળધારી વગેરે મળી 45 હજારની કિંમતની ચીજવસ્તુની ચોરી થતાં શ્રદ્ધાળુઓ માં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ડોણ આયુમાતા નાં મંદિર બાદ આજે કાઠડા ગામે ગઢવી ચારણ સમાજની આસ્થાના ધામ એવા સોનલ માના મંદિર ‘સોનલધામ’માં ચોરી થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી , માંડવી પી.આઈ. ઝલુ સાહેબ સાથે સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. મંદિરની સેવાપૂજા કરતાં હરજી કરસનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે , ગત રાત્રે 9 વાગ્યાથી લઈ આજે પરોઢે 6 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો છે. કોઈ એક ચોર કે કોઈ ચોર ટોળકી આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તબબક...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ