કચ્છના ૧૦ તાલુકા મથકો તથા આઠથી વધુ શહેરો તથા ૯૦૦થી વધુ ગામોમાં રાંધણગેસના બાટલાઓ પહોંચાડવાની કામગીરીમાં જોડાયેલી ટ્રકો, છોટા હાથી, ટેમ્પો સહિતના વાહનો જીવતા બોમ્બની માફક રસ્તાઓ પર ફરી રહ્યા છે. આ વાહનોમાં અગ્નિશામક સાધનોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. આવા વાહનચાલાકો તથા બેદરકાર ગેસ એજન્સીના સંચાલકો સામે પગલાં ભરવાની માંગ ઉઠી છે. પ્રાપ્ત વિગતો મુજબ, સરહદી કચ્છનો વિસ્તાર મોટો હોવાથી લોકોને તાલુકા મથકો તથા શહેરી વિસ્તારથી ગામડાઓમાં કોઈ પણ વસ્તુઓ પહોંચાડવા અનેક વિટંબણાઓ પડી રહી છે. ત્યારે પાયાની જરૃરિયાતો પૂર્ણ કરવા સરકાર તથા ખાનગી કંપનીઓ દ્વારા એજન્સીઓની વ્યવસ્થાઓ કરાઈ છે. હાલમાં ગેસના બાટલાઓનું ચલણ દિવસો દિવસ વધી રહ્યું છે, ત્યારે લોકોની જરૃરિયાતને પહોંચી વડવા ખાસ વાહનો મારફતે બાટલાઓનું વિતરણ એજન્સીના સંચાલકો દ્વારા કરાય છે. પણ આ વિતરણ વ્યવસ્થામાં ખામી હોવાથી લોકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. બાટલાઓ લઈ જવાતા વાહોનમાં આગ લાગે કે કોઈ બાટલો ફાટે કે લીકેજ થાય તો તેને કાબુમાં લેવા અગ્નિશામક સાધનોના અભાવથી ગમે ત્યારે કચ્છના કોઈ પણ સ્થાને ભયંકર અકસ્માત થાય તેવી ભીતિ લોકોને સતા...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ