Skip to main content

કચ્છ જિલ્લામાં ઢોરી-ઝુરા ખાતે ૨૫૬ બાળકોને શાળામાં પ્રવેશ કરાવતા કલેકટર

કલેકટર રેમ્યા મોહને રાજય સરકારના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનાં ૧૬માં શિક્ષણ સેવા અભિયાન અંતર્ગત આજે ઢોરી અને ઝુરા હાઇસ્કૂલ ખાતેથી પ્રારંભ કરાવતાં છ પ્રાથમિક શાળાના ૨૫૬ પ્રવેશોત્સુક બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો.

આજે ભુજ તાલુકાના ઢોરી મુકામે જિલ્લા કલેકટર રેમ્યા મોહનની ઉપસ્થિતિમાં ઢોરી હાઇસ્કૂલ તેમજ ચાર પ્રાથમિક શાળાના યોજાયેલા કાર્યક્રમમાં ઢોરી માધ્યમિક શાળા ખાતે ૯૩ બાળકોએ ધોરણ-૯માં પ્રવેશ મેળવ્યો હતો. આજુબાજુની ચાર પ્રાથમિક શાળાના મળી  ૭૯ બાળકોએ ધો. ૧માં પ્રવેશ મેળવ્યો હતો. જયારે ભુજ તાલુકાના ઝુરા મુકામે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ-૨૦૧૮ અંતર્ગત ઝુરા હાઇસ્કૂલની સાથે બે પ્રાથમિક શાળાના યોજાયેલા કાર્યક્રમમાં ઝુરા માધ્યમિક શાળા ખાતે ૫૦ બાળકોએ ધો.૯માં અને આજુબાજુની ક બે પ્રાથમિક શાળાના ૩૪ બાળકોએ ધો.૧માં પ્રવેશ મેળવ્યો હતો. વિદ્યાર્થીનીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત દિકરીઓને સાયકલોનું પણ કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર રેમ્યા મોહને કન્યાઓને ભણાવવા પર ભાર મૂકી કોઇપણ બાળક અધ્ધવચ્ચેથી શાળા ન છોડે તે માટે અનુરોધ કર્યો  હતો. જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને આ પ્રસંગે એસએમસી, એસએમડીસી અને ગ્રામજનો સાથે શૈક્ષણિક કાર્યો અને શાળાની જરૂરયાતો સંદર્ભેની ચર્ચા કરી હતી. આ પ્રસંગે  ગામના સરપંચ, આગેવાનો, ગ્રામજનો, વાલીઓ, શાળાના શિક્ષકો વગેરે તેમજ લાયઝન અધિકારી સહ સીઆરસી પ્રદીપ યાદવ વગેરે ઉપસ્થિત રહયા હતા.


- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv