કાગ કથા ભુજના ટાઉન હોલ મધ્યે તા.15 અને 16 ફેબ્રુઆરી ના રોજ યોજાશે. ( ભુજમાં વિરામ હોટેલ ખાતે આયોજિત કાગ કથા અંગેની પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી ત્યારની તસ્વીર ) ગુજરાત રાજ્ય સંગીત નાટય અકાદમી દ્વારા કચ્છની સાંસ્કૃતિક નગરી ભુજ ખાતે કવિ કાગના સાહિત્ય પર આધારિત "કાગ- કથા"નું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતના ગૌરવ સમાન યુગ પ્રવર્તક કવિ અને ચિંતક પદ્મશી દુલાભાયા 'કાગ' પૂ.ભગતબાપુની કવિતા અને ચિંતન વર્તમાન યુગમાં સમાજ જીવન માટે અમૃત સમાન છે. (કવિ દુલા કાગ) આ કાગ કથા ના વક્તા શ્રી જયેશદાન ગઢવી છે.કાગ કથા ભુજના ટાઉન હોલ મધ્યે તા.15 અને 16 ફેબ્રુઆરી ના રોજ યોજાશે.આ કાગ કથા માં કચ્છી સાહિત્યકારો અને સંગીતકારોનું સન્માન કરવામાં આવશે.સાથે સાથે સાહિત્યકારો ના મુખેથી કવિ કાગની લોક સંસ્કૃતિની વાતો કરવામાં આવશે.આ કાર્યક્રમમાં સંસ્કૃતિની સૌરભ અને માનવ મૂલ્યો સાથે મનોરંજન નો અદભૂત સંગમ કરાવતા પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીના મુખેથી લોકડાયરો સાંભળવાનો લ્હાવો સાહિત્ય રસિકોને મળશે. ( Advertisement ) આ કાગ કથામાં સંતોના આર્શી વચન મેળવવામાં આવશે.કાગ - કથાનું ઉદ્દઘાટન રાજ...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ