Skip to main content

Posts

Showing posts from June 29, 2018

રણોત્સવમાં લેવાતા એન્ટ્રી ફી માં એક ખાનગી એજન્સીએ 2.30 લાખનું આચર્યું કૌભાંડ:ખાવડા પોલીસ મથકે નોંધાવાઈ ફરિયાદ

કચ્છમાં રણોત્સવની સહેલ માટે ઘણા પ્રવાસીઓ આવતા હોઈ છે અને તેમની પાસેથી પેહલા એન્ટ્રી ફી વસૂલાતી હોઈ છે, પ્રાપ્ત વિગતો અનુસાર સુમરાસર ગામે આવેલી મુરલીધર ઇફકોલાઇન એજન્સીએ સરકારી કર્મચારીઓ સાથે મિલીભગત કરીને સરકારી પરમીટ બૂક જેવી ડુપ્લિકેટ પરમીટ બૂક બનાવી 2.30 લાખ માંથી 1.30 લાખની બારોબાર રકમ ઉઘરાવી આ કૌભાંડ આચર્યું છે. જેથી આ કૌભાંડ બાબતે એજન્સીના બળવંત દેવાભાઈ ચાડ અને તેમના મળતિયાઓ સામે ખાવડાના સિનિયર નાયબ મામલતદાર પુનમચંદ.એન.સુમેરાએ ખાવડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે કલેકટર રેમયા મોહનને આ કૌભાંડ બાબતે ફરિયાદ કરાઇ હતી અને તેમના આદેશના પગલે સમગ્ર ગેરરીતિનોં પર્દાફાશ થયો છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ :  125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા. મા ગૌશાળા:  દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર,  ઘી 80

આર.આર. સેલ ભુજ એ મુંદ્રા તાલુકાનાં વવાર માથી દેશી દારૂ બનાવવાનો જથ્થો પકડી પાડ્યો : આરોપીઓ ફરાર..

ખાનગી રાહે મળેલ બાતમી ને આધારે કે વવાર ગામના રામ આલા ગઢવી તથા ખેડોઈ ગામના ધર્મેન્દ્રસિંહ ઉર્ફે કાનો નરપતસિંહ જાડેજા દેશી દારૂ બનાવવાની ભટ્ઠી ગાળી દેશી દારૂ બનાવે છે. જે હકીકત અન્વયે રેઇડ કરતાં ઉપરોક્ત બંને ઈશમો હાજર મળી ન આવી અને સ્થાનિકે થી બે અજાણ્યા માણસો નાશી જઈ સ્થાનિકે ૨૯૦ લિટર દેશી દારૂ કિમત રૂ. ૫૮૦૦, આથો લિટર ૨૪૦૦ કી.રૂ.૪૮૦૦ તથા દારૂ બનાવાના સાધનો કી.રૂ. ૪૦૦ એમ કુલ્લે રૂ. ૧૧,૦૦૦/- નો મુદ્દામાલ આર.આર. સેલે કબ્જે કર્યો હતો. ચારેય ઈશમો વિરુદ્ધ મુંદ્રા મરીન પો. સ્ટેશનમાં ધોરણસર ફરિયાદ નોંધી ને આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.. અહેવાલ અને તસવીર - કિરણ ગોરી Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર , ઘી 800 રૂપિય

ભૂમાફિયાઓ નો વધ્યો ત્રાસ : ભચાઉ તાલુકાનાં જંગી ગામે ગૌચર પર થયેલ દબાણ મુદે ક્લેક્ટરને આવેદન..

જાણવા મળતી માહિતી અનુસાર માલધારી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા ભચાઉ તાલુકાનાં જંગી ખાતે ગૌચર જમીન પર થયેલ દબાણ અને અસામાજિક તત્વો દ્વારા થતાં અત્યાચાર બાબતે ક્ચ્છ ક્લેક્ટર ને આવેદન પાઠવીને રજૂઆત કરી છે. આગેવાનો એ માં ન્યૂજ સાથે વાત કરતા જણાવ્યુ હતું કે છેલ્લા ઘણા સમય થી ક્ચ્છ માં ગૌચર અને ચરિયાણો પર દબાણ કરવામાં આવી રહ્યું છે તેવા અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે ત્યારે તાજેતરમાં ભચાઉ તાલુકાનાં જંગી ગામમાં 29,000 થી વધુ પશુધન ધરાવતા માલધારી માટે ગૌચર જમીન પર અત્યાચાર કરી ને અસમાજિક તત્વો અને ભૂમાફિયાઓ દ્વારા ગૌચર પર દબાણ ઊભું કરવામાં આવેલ છે. માલધારીના જીવન નિર્વાહ માટે એક માત્ર વિકલ્પ તરીકે પશુધન છે ત્યારે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ સાથે ક્લેક્ટરને આવેદન પાઠવી ને રજૂઆત કરી હતી. વધુ માં માલધારી સંગઠને જણાવ્યુ હતું કે ગુજરાત સરકારના નિયમ મુજબ 100 પશુ એ 40 એકર ગૌચર જમીન હોવી જોઈએ પણ જંગી ગામમાં 29,000 પશુધન સામે માત્ર 98 એકર ગૌચર છે એ પણ માત્ર ચોપડે બોલે છે. આ પશુધન માટે 10 દિવસ ની અંદર કાર્યવાહી કરવા કહ્યું હતું અને વધુ માં ઉમેર્યું હતું કે આવા ભૂમાફિયાઓ ને તાત્કાલિક ધોર