મુખ્યમંત્રીએ કચ્છ ને અછત ગ્રસ્ત જાહેર કર્યું, બેઠકમાં કયા કયા મુદાઓ પર ચર્ચા થઈ અને શું આવ્યા નિર્ણયો વાંચો ખાસ અહેવાલ..
વરસાદ વગર કચ્છમાં અછતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે, ગુજરાત સરકારે આગામી પહેલી ઓક્ટોબરથી સમગ્ર કચ્છ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. અછતની પરિસ્થિતિની સમીક્ષા માટે ભુજ દોડી આવેલાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓ અને પ્રજાના ચૂંટાયેલાં પ્રતિનિધિઓ, સંસ્થાઓના પદાધિકારીઓ સાથે મિટીંગ યોજી ગહન ચિંતન કર્યાં બાદ કચ્છને પહેલી ઓક્ટોબરથી અછતગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. કચ્છ જિલ્લો અછતગ્રસ્ત જાહેર થતાં નવા ઢોરવાડા શરૂ થશે, પાંજરાપોળ-ગૌશાળાઓ અને ઢોરવાડાઓને રાહતદરે ઘાસ ઉપરાંત પશુદીઠ સબસીડી ચૂકવાશે. અછતગ્રસ્ત તાલુકાઓમાં લોકોનું સ્થળાંતર રોકાય અને રોજગાર મળે માટે વિવિધ રાહત કામગીરી શરૂ થશે. મુખ્યમંત્રીએ કચ્છ ઉપરાંત રાજ્યના અન્ય જે જે તાલુકામાં ૧૨૫MMથી ઓછો વરસાદ વરસ્યો છે ત્યાં પણ પહેલી ઓક્ટોબરથી અછત જાહેર થઈ જશે તેવો નિર્ણય કર્યો છે. ભુજમાં મીટીંગ પૂર્ણ થયા બાદ પત્રકારો સાથે વાત કરતાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, વલસાડથી મોટી માત્રામાં ઘાસ લાવવાનું ટેન્ડર અપાઈ ચૂક્યું છે અને રેલવે મારફતે કચ્છમાં ટૂંક સમયમાં ઘાસ પહોંચાડવાનું શરૂ થશે. પશુ ઘાસચારા ઉપ...