મુખ્યમંત્રીએ કચ્છ ને અછત ગ્રસ્ત જાહેર કર્યું, બેઠકમાં કયા કયા મુદાઓ પર ચર્ચા થઈ અને શું આવ્યા નિર્ણયો વાંચો ખાસ અહેવાલ..
વરસાદ વગર કચ્છમાં અછતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે, ગુજરાત સરકારે આગામી પહેલી ઓક્ટોબરથી સમગ્ર કચ્છ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. અછતની પરિસ્થિતિની સમીક્ષા માટે ભુજ દોડી આવેલાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓ અને પ્રજાના ચૂંટાયેલાં પ્રતિનિધિઓ, સંસ્થાઓના પદાધિકારીઓ સાથે મિટીંગ યોજી ગહન ચિંતન કર્યાં બાદ કચ્છને પહેલી ઓક્ટોબરથી અછતગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. કચ્છ જિલ્લો અછતગ્રસ્ત જાહેર થતાં નવા ઢોરવાડા શરૂ થશે, પાંજરાપોળ-ગૌશાળાઓ અને ઢોરવાડાઓને રાહતદરે ઘાસ ઉપરાંત પશુદીઠ સબસીડી ચૂકવાશે. અછતગ્રસ્ત તાલુકાઓમાં લોકોનું સ્થળાંતર રોકાય અને રોજગાર મળે માટે વિવિધ રાહત કામગીરી શરૂ થશે. મુખ્યમંત્રીએ કચ્છ ઉપરાંત રાજ્યના અન્ય જે જે તાલુકામાં ૧૨૫MMથી ઓછો વરસાદ વરસ્યો છે ત્યાં પણ પહેલી ઓક્ટોબરથી અછત જાહેર થઈ જશે તેવો નિર્ણય કર્યો છે.
ભુજમાં મીટીંગ પૂર્ણ થયા બાદ પત્રકારો સાથે વાત કરતાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, વલસાડથી મોટી માત્રામાં ઘાસ લાવવાનું ટેન્ડર અપાઈ ચૂક્યું છે અને રેલવે મારફતે કચ્છમાં ટૂંક સમયમાં ઘાસ પહોંચાડવાનું શરૂ થશે. પશુ ઘાસચારા ઉપરાંત પીવાના પાણી સંદર્ભે વિવિધ કામગીરી માટે રાજ્ય સરકારે તત્કાળ અસરથી 296 કરોડ રૂપિયા મંજૂર કર્યાં છે. આ નાણાં ટપ્પરથી અંજાર, ભુજ, મંગવાણા સુધી નવી પાઈપલાઈન નાખવા અને અંજાર પમ્પિંગ સ્ટેશનનું નવિનીકરણ કરવા સહિતની કામગીરીમાં વપરાશે. આ કામગીરી તાકીદના ધોરણે શરૂ થઈ જશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. તેમણે વધુ માં જણાવ્યું કે, ટપ્પર ડેમને નર્મદા નીરથી ભરાઈ રહ્યો છે અને હજુ જરૂર વર્તાયે વધુ નીર ફાળવવામાં આવશે.
તો એ સાથે જ માળિયાથી ખીરઈ અને ખીરઈથી વરસામેડી સુધી પહોંચતા નર્મદા જળના જથ્થામાં પણ વધારો કરવામાં આવશે. કચ્છમાં નર્મદા કેનાલની ચાલતી કામગીરીમાં કેટલીક જગ્યાએ જમીન સંપાદનના પ્રશ્નો હોઈ વિલંબ સર્જાયો છે. ત્યારે, આગામી દિવસોમાં કલેક્ટરને વળતર સહિતના મુદ્દે વિશેષ અધિકારો આપીને જમીન સંપાદનના પ્રશ્નોનો નિવેડો લાવવામાં આવશે તેમ રૂપાણીએ ઉમેર્યું હતું. અછત રાહતની કામગીરી અંતર્ગત કચ્છમાં કોલસો પાડવાની પણ છૂટ આપવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં છેલ્લાં અનેક વર્ષોથી ગાંડા બાવળના લાકડામાંથી કોલસો પાડવા પર પ્રતિબંધ છે.
કોલસો પાડવાની છૂટ મળતાં લોકોને રોજગારનો વધારાનો એક વિકલ્પ મળશે. અછતગ્રસ્ત જિલ્લો જાહેર થયા બાદ કચ્છમાં સરકારી ધોરણે ચાલી રહેલી અછત રાહતની કામગીરીની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવાશે. આ સમિતિમાં પ્રજાએ ચૂંટેલાં પ્રતિનિધિ, સરકારના પ્રતિનિધિ, માલધારીઓના પ્રતિનિધિ અને મહાજનના પ્રતિનિધિઓનો સભ્ય તરીકે સમાવેશ કરાશે. આ સમિતિની દર પખવાડિયે બેઠક યોજાશે. મુખ્યમંત્રી રૂપાણીએ અછતરૂપી આફતની ઘડીમાં વિશ્વભરમાં વસતાં કચ્છીમાડુઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગોને સહભાગી થવાનો અનુરોધ કર્યો છે.

Android App -
maa news
YouTube - maa
news live
Fb page - maa
news live page
Fb group: maa
news live group
Twitter -
@jaymalsinhB
Email -
jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287
48643
97252 06127
CUG Number -
97252 06123 to 37
72260 06124 to
33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.
મા ગૌશાળા:
દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર,
ઘી 1000 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર:
20 રૂપિયામાં 20 લીટર
खुब ज सरस लेटेस्ट माहिती मा आशापुरा न्यूज घ्वारा अपाय छे आभार
ReplyDeleteકચ્છ નો ધબકાર
ReplyDelete