Skip to main content

Posts

Showing posts from April 20, 2018

હવે ચાલુ ટ્રેનમાં મફતમાં મળશે 'રેલ નીર'..

તમારી ટ્રેનની સફર દરમિયાન, જો તમારી ટ્રેન 2 કલાક કરતા વધારે મોડી થાય તો રેલવે તમને પાણીની બોટલ ફ્રી આપશે. આ ઉપરાંત, તમામ પ્રવાસીઓને ન્યૂઝ પેપર પણ આપવામાં આવશે. બોટલ્ડ પાણી તેમજ ડિસ્પોઝેબલ ગ્લાસ પણ આપવામાં આવશે. જો કે રેલવે મંત્રાલયે પ્રીમિયમ ટ્રેનોના મુસાફરો માટે આ આદેશ જારી કરવામાં આવ્યો છે. રેલવે મંત્રાલયે નિર્ણય કર્યો છે કે રાજધાની, દુરંતો અને શતાબ્દીની ટ્રેનો 2 કલાકથી વધુ વિલંબિત થાય તો દરેક પેસેન્જરને એક લિટર પાણીની દરેક બોટલ મફતમાં આપવામાં આવશે. વધુમાં, એવું કહેવામાં આવ્યું છે કે જો ટ્રેન 2 કલાકથી વધુ ચાલે તો દરેક સીટના મુસાફરોને એક લિટરની બોટલ અને અખબાર આપવામાં આવશે. પ્રીમિયમ ટ્રેનના મુસાફરોની મુસાફરી શરૂ થતાં, એક લિટર પાણી મફતમાં આપવામાં આવે છે. પરંતુ જો ટ્રેન બે કલાક મોડું થઈ જાય તો મુસાફરોને વધારાનું પાણી મળશે. રેલવે મંત્રાલયે તેના આદેશમાં જણાવ્યું છે કે જો રેલ નીયર ઉપલબ્ધ ન હોય તો કોઈ અન્ય બ્રાન્ડનું પાણી આપવામાં આવશે. આ સાથે, રેલવેએ કહ્યું છે કે જો વધારાનું પાણી અને પેપરમાં કોઈ સમસ્યા હોય તો પછી લાઇસન્સ ધરાવતા વેન્ડરને પાણી અને પેપરની કિંમત ચૂકવવી પડશે.

ગુજરાત રાજ્ય સરકાર ગવર્નમેન્ટ સ્કૂલમાં બાયોમેટ્રિક હાજરી કરશે ફરજિયાત..

સરકારી શાળામાં અનિયમિત રહેતા શિક્ષકોને સમયસર શાળાએ પહોંચતા કરવા માટે રાજ્ય સરકાર આગામી જૂન 2018થી બાયોમેટ્રીક હાજરી ફરજીયાત કરવા જઇ રહી છે. પરંતુ ગુજરાત રાજ્યની જ એક નગર પાલિકા સંચાલિત શાળાઓમાં આ પ્રકારની સીસ્ટમ છેલ્લાં બે વર્ષથી ચાલી રહી છે. બોટાદ નગરપાલિકા સંચાલિત શાળાઓમાં શિક્ષકોની હાજરી નિયમિત કરવા માટે 2016માં ચાર શાળાઓમાં આ પ્રકારની સીસ્ટમ શરૂ કરવામાં આવી હતી. જેમાં સફળતા મળતા વધુ પાંચ શાળાઓમાં બાયોમેટ્રીક હાજરીની અમલવારી કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ સરકારનાં વિચાર પહેલાં અમલમાં છે ત્યારે અગાઉ પણ સૌ પ્રથમ શાળાનું 2015 તેમજ 2016નું કેલેન્ડર મુઠી કઠોળથી મધ્યાહન ભોજનમાં નાસ્તારૂપે કઠોળ તેમજ રાજ્યમાં વિજ્ઞાન મેળામાં પણ બોટાદ નગરપાલિકા સંચાલિત આ શાળાઓ સિદ્ધી મેળવી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ૨૦૧૮ જુનથી બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટથી હાજરી પુરવાની પદ્ધતિથી ગુલ્લીબાજ શિક્ષકોમાં અનિયમિતતા સુધારવાની વાત પહેલા બોટાદની નગરપાલિકાની શાળામાં  છેલ્લાં ૨ વર્ષથી ૯ શાળામાં ફિંગર પ્રિન્ટથી શાળાનાં શિક્ષકોમાં આવી નિયમિતતા તેમજ સી.સી.ટી.વી. કેમેરાને લઈ શિક્ષણમાં પણ ઘણો સુધારો

ગાંધીધામ ACB એ કંડલા કસ્ટમના કર સહાયકને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો..

જાણવા મળતી માહિતી અનુસાર ફરિયાદી મહિલાના ટ્રાન્સફર બિલ બનાવી અને સેલેરી બિલની રકમ તેના ખાતામાં ટ્રાન્સફર કરી આપવાની અવેજીમાં સત્યપ્રકાશ મહેન્દ્રકુમાર ગુપ્તા (ઉ.વ.26, રહે. કસ્ટમ કોલોની, ગોપાલપુરી, ગાંધીધામ. મૂળ રહે. ગંગાપુર સીટી, જિલ્લો-સવાઇમાધોપુર, રાજસ્થાન)એ ચાર હજાર રૂપિયાની માંગ કરી હતી. ગાંધીધામમાં કસ્ટમ કમિશનરની કચેરીનો કર સહાયક ૪,૦૦૦ રૂપિયાની લાંચ સ્વિકારતાં એસીબીની ટ્રેપમાં રંગેહાથ ઝડપાઈ ગયો છે અને મહિલાની ફરિયાદના આધારે એસીબીએ કંડલા કસ્ટમ હાઉસની કચેરીના પાર્કિંગમાં છટકું ગોઠવી આરોપી સત્યપ્રકાશને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

અમદાવાદના નરોડા પાટિયા કેસમાં બાબુ બજરંગી દોષિત..

ગુજરાત હાઈકોર્ટની ડિવિઝનલ બેન્ચે ચુકાદો આપતા સ્ટીંગ ઓપરેશનને નોન એડમિસિવલ એવિડન્સ ગણાવ્યો છે. આરોપી નંબર એક નરેશ અગરસીને દોષિત જાહેર કરાયો છે. આરોપી નંબર બે મુરલી સિંધી પણ દોષિત જાહેર થયો છે. બાબુ બજરંગીની મૃત્યુ સુધીની આજીવન કેદનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો છે. પ્રકાશ રાઠોડ, કિશન કોરાણી અને બાબુ બજરંગીને ષડયંત્રકારી ગણાવીને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. નરોડા પાટિયા કેસમાં સુરેશ લંગડાને 31 વર્ષની સજા ફટકારવામાં આવી છે. માયા કોડનાની સિવાય પ્રમેચંદ તિવારી, મનુ મોરડા, હીરા મારવાડી, વિક્રમ છારાને પણ હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. ગુજરાત હાઈકોર્ટે વિજય પરમાર, રમેશ કેશવલાલને દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટના આદેશમાં રસ્તા અને ચાલીના બનાવને અલગ-અલગ રીતે જોવામાં આવ્યું. સ્ટિંગ ઓપરેશનના પુરાવાઓને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. માયાબેન કોડનાનીને બેનિફિટ ઓફ ડાઉટના આધારે નિર્દોષ જાહેર કરાયા છે. 16 વર્ષ અગાઉ 28 ફેબ્રુઆરી 2002માં અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં સૌથી મોટા હત્યાકાંડમાં 97 લોકએ જીવ ગુમાવ્યા હતા. અત્યાર સુધી મળતા અહેવાલ મુજબ કોર્ટે ચુકાદો આપ્યો છે. ટ્રાયલ કોર્ટે નિર્દોષ છો

પંજાબના ખેડુતોની નવી યુક્તિ, ૧ થી ૧૦ જૂન ગામડા બંધ રાખી શહેરમાં જતો પૂરવઠો અટકાવશે..

૧૦ જૂને ભારત બંધનું એલાન : શાકભાજી-ફળ-દૂધ અનાજ બધુ અટકાવી દેવાશે.. કર્જમાં માફી, ઉપજોની પૂરી કિંમત અને સ્વામીનાથન પંચનો રીપોર્ટ લાગુ કરવા માટે અહિંના ખેડૂતોએ નવો આઇડીયા અપનાવ્યો છે. આ મૂજબ ૧લી જુનથી ૧૦ જૂન દરમિયાન ચંદીગઢ-પંજાબનો એકપણ ખેડૂત ગામડામાંથી શહેરમાં પોતાના શાકભાજી-ફળ-દૂધ અને અનાજની સપ્લાય બંધ કરી દેશે, વેચાણ જ નહી કરે. રાષ્ટ્રીય કિસાન મહાસંઘની હાકલ બાદ ૯૦ જેટલા ખેડૂત સંગઠનોએ ગામડાબંધનું એલાન જાહેર કરી દિધૂ છે અને તેના કારણે વધૂ એક વખત ખેડૂત આંદોલન ભડકે તેવા એંધાણ પ્રર્વતમાન થયા છે અને પંજાબના શહેરોમાં ખાદ્ય-વસ્તુના પુરવઠાની અછતનો ભય દેખાઇ રહ્યો છે. બંધ દરમિયાન ૬ જૂને મધ્યપ્રદેશના મંડણેરમાં માર્યા ગયેલ ૬ ખેડૂતોના આત્માની શાંતિ માટે હવન તથા શ્રદ્ધાંજલી સભા થશે અને ૧૦ જૂને ભારત બંધનું એલાન અપાશે. સંઘના કોર કમીટીના સભ્ય ગુરૂનામસિંહ ચઢ્ઢનીએ ઉમેર્યું હતું કે આજે પણ દેવા હેઠળ ડૂબેલા ખેડૂતો આપઘાત કરી રહ્યા છે સરકારે ર૦૧૩ થી ૧૬ દરમિયાન રર મૂડીપતિઓના ૧૭ લાખ કરોડનું કર્જ માફ કરી દિધૂ હતું અને ખેડુતોના ૧ર.૬૦ લાખ કરોડ માફ નથી કરતી ખેડૂતો સાથે છેતરપીંડી થઇ રહી છે. - મા આશાપુરા ન

ચીને ભારતીય સેના સાથે યુદ્ધાભ્યાસનો પ્રસ્તાવ મોકલ્યો..

ડોકલામ સૈન્ય ગતિરોધ બાદ ચીને પોતાના તેવરોમાં નરમાશ દાખવતા ભારતીય સેના સાથે યુદ્ધાભ્યાસનો પ્રસ્તાવ મોકલ્યો છે. આ યુદ્ધાભ્યાસને ચીને ડોકલામ સૈન્ય ગતિરોધ પહેલા કોઈપણ કારણ જણાવ્યા વગર સ્થગિત કર્યો હતો. પરંતુ હવે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમનના ચીન પ્રવાસ પહેલા બીજિંગનું વલણ પરિવર્તનના સંકેત આપી રહ્યું છે. આગામી સપ્તાહે સીતારમન બીજિંગની મુલાકાતે જવાના છે. ચીને પોતાના સત્તાવાર પ્રસ્તાવમાં કહ્યું છે કે બંને દેશોની સેનાઓ આ વર્ષના આખર સુધીમાં કોઈપણ સમયગાળામાં સંયુક્ત સૈન્યાભ્યાસ કરી શકે છે. 24 એપ્રિલે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં ભાગ લેવા માટે બીજિંગમાં હશે. આના સંદર્ભે તેઓ ચીનના સંરક્ષણ પ્રધાન વેઈ ફેંધે સાથે પણ વાતચીત કરે તેવી શક્યતા છે. એસસીઓના વિદેશ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા માટે સુષ્મા સ્વરાજ પણ બીજિંગ જવાના છે. હાલ બંને દેશોના વાર્ષિક યુદ્ધાભ્યાસને સ્થગિત કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે દર વર્ષની શરૂઆતમાં બંને દેશોની વચ્ચે સંરક્ષણ સચિવની બેઠકમાં સૈન્ય કવાયતનો કાર્યક્રમ નિર્ધારીત થાય છે. 2016ના આખરમાં ભારતે ચીનની સાથે 2017માં સૈન્ય અભ્યાસનો પ્રસ્તા

સુપ્રિમ કોર્ટે દાઉદની 7 સંપત્તિ જપ્ત કરવાનો કર્યો આદેશ..

સુપ્રિમ કોર્ટે દાઉદની 7 સંપત્તિ જપ્ત કરવાનો કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે દાઉદ ઇબ્રાહિમ ભારત માટે મોસ્ટ વોન્ટેડ છે. મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ દાઉદ ઇબ્રાહીમ ભારત આવવા તૈયાર હોવાની વાત પણ થોડા સમય પહેલા આવી હતી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે આ મોસ્ટ વોન્ટેડ ડોન ની સંપતી જપ્ત કરવાનો આદેશ કર્યો હતો.. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

દેશના 45 ધારાસભ્યો અને 3 સાંસદો સામે મહિલા વિરુદ્ધ અપરાધના કેસો નોંધાયેલા છે..

છેલ્લા 5 વર્ષમાં માન્ય રાજકીય પક્ષોએ બળાત્કારમાં સંડોવાયેલા 26 ઉમેદવારોને ટિકિટ આપી હતી. દેશના ૪૮ ધારાસભ્યો-સાંસદો સામે મહિલા વિરુદ્ધના અપરાધના કેસ નોંધાયેલા છે તેમ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) એ એક અહેવાલમાં જણાવ્યું છે. આ અહેવાલ એવા સમયે જારી કરાયો છે જ્યારે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં બળાત્કારની એક ઘટનામાં ભાજપના ધારાસભ્યને આરોપી બનાવવામાં આવ્યો છે. એડીઆરના જણાવ્યા અનુસાર દેશના ૩૩ ટકા એટલે કે ૧૫૮૦ ધારાસભ્યો અને સાંસદોએ જાહેર કરેલા ક્રિમિનલ કેસોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેના પરથી જાણવા મળ્યું છે કે ૪૮ સામે મહિલા વિરુદ્ધના અપરાધના કેસ ચાલી રહ્યાં છે. ૪૮માં ૪૫ ધારાસભ્યો અને ૩ સાંસદોનો સમાવેશ થાય છે. ૪૮ પૈકી સૌથી વધુ ૧૨ શાસક પક્ષ ભાજપના છે. ધારાસભ્યો અને સાંસદોએ મહિલા વિરુદ્ધ કરેલા અપરાધોમાં બળાત્કાર, અપહરણ, ઘરેલુ હિંસા સહિતના ગુનાઓ સામેલ છે. પક્ષ અનુસાર સૌથી વધુ ભાજપના ૧૨ ધારાસભ્યો અને સાંસદો સામે મહિલા વિરુદ્ધ અપરાધના કેસ ચાલી રહ્યાં છે. ત્યારબાદ શિવસેનાના સાત, તૃણમુલ કોંગ્રેસના ૬નો સમાવેશ થાય છે. આ અહેવાલ દેશના વર્તમાન ૪૮૯૬ ધારાસભ્યો-સાંસદોએ રજૂ કરેલા સોગંદનામ

ગાંધીધામ માંથી ૧૫ જીવતા કારતુસ સાથે ૩ દેશી તમંચા પકડી પાડતી પૂર્વ કચ્છ SOG ટીમ..

મળતી માહિતી અનુસાર ગત સાંજે સાડા છ વાગ્યાના અરસામાં પૂર્વ કચ્છ sogની ટીમે અગ્રણી નમક ઉદ્યોગકાર શામજીભાઈ આહીરના કંડલા ઝોનથી નક્ટી પુલની ઉત્તરે ઝીરો પોઈન્ટ નજીક આવેલા મીઠા અગર પર દરોડો પાડતા ત્યાં થી બીનવારસી હાલતમાં ત્રણ દેશી તમંચા અને 15 જીવતાં કારતૂસ મળી આવ્યા હતા. (તસ્વીર માત્ર પ્રતીકાત્મક) જયારે પોલીસે આ દરોડો પાડ્યો ત્યારે એક અજાણ્યો માણસ પોલીસ ને જોઈને નાશી છૂટ્યો હતો અને પોલીસે આસપાસ તપાસ કરતા ત્યાંથી ત્રણ દેશી તમંચા (કિંમત રૂપિયા 4500) અને 15 નંગ જીવતાં કારતૂસ (કિંમત રૂપિયા 750) મળી આવ્યા હતા. આ બનાવ ની SOG એ ગાંધીધામ બી-ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. વધુ માં આ અજાણ્યા શખ્સની પોલીસે તપાસ હાથ ધરી છે. દેશી તમંચા અને જીવતા કારતુસ મળી આવતા ચકચાર ફેલાઈ ગઈ હતી. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com