Skip to main content

દેશના 45 ધારાસભ્યો અને 3 સાંસદો સામે મહિલા વિરુદ્ધ અપરાધના કેસો નોંધાયેલા છે..

છેલ્લા 5 વર્ષમાં માન્ય રાજકીય પક્ષોએ બળાત્કારમાં સંડોવાયેલા 26 ઉમેદવારોને ટિકિટ આપી હતી.

દેશના ૪૮ ધારાસભ્યો-સાંસદો સામે મહિલા વિરુદ્ધના અપરાધના કેસ નોંધાયેલા છે તેમ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) એ એક અહેવાલમાં જણાવ્યું છે. આ અહેવાલ એવા સમયે જારી કરાયો છે જ્યારે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં બળાત્કારની એક ઘટનામાં ભાજપના ધારાસભ્યને આરોપી બનાવવામાં આવ્યો છે. એડીઆરના જણાવ્યા અનુસાર દેશના ૩૩ ટકા એટલે કે ૧૫૮૦ ધારાસભ્યો અને સાંસદોએ જાહેર કરેલા ક્રિમિનલ કેસોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

જેના પરથી જાણવા મળ્યું છે કે ૪૮ સામે મહિલા વિરુદ્ધના અપરાધના કેસ ચાલી રહ્યાં છે. ૪૮માં ૪૫ ધારાસભ્યો અને ૩ સાંસદોનો સમાવેશ થાય છે. ૪૮ પૈકી સૌથી વધુ ૧૨ શાસક પક્ષ ભાજપના છે. ધારાસભ્યો અને સાંસદોએ મહિલા વિરુદ્ધ કરેલા અપરાધોમાં બળાત્કાર, અપહરણ, ઘરેલુ હિંસા સહિતના ગુનાઓ સામેલ છે. પક્ષ અનુસાર સૌથી વધુ ભાજપના ૧૨ ધારાસભ્યો અને સાંસદો સામે મહિલા વિરુદ્ધ અપરાધના કેસ ચાલી રહ્યાં છે. ત્યારબાદ શિવસેનાના સાત, તૃણમુલ કોંગ્રેસના ૬નો સમાવેશ થાય છે. આ અહેવાલ દેશના વર્તમાન ૪૮૯૬ ધારાસભ્યો-સાંસદોએ રજૂ કરેલા સોગંદનામા પૈકી ૪૮૪૫ સોગંદનામાનો અભ્યાસ કરીને તૈયાર કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તમામ અગ્રણી રાજકીય પક્ષોએ બળાત્કાર સહિતના મહિલા વિરુદ્ધના અપરાધના આરોપીઓને ટિકિટ આપી હતી. રાજ્ય અનુસાર જોવામાં આવે તો સૌથી વધુ ૧૨ ધારાસભ્યો અને સાંસદો મહારાષ્ટ્રના છે. જ્યારે પશ્ચિમ બંગાળના ૧૧, ઓડિશાના પાંચ અને આંધ્ર પ્રદેશના પાંચ સાંસદો અને ધારાસભ્યોનો સમાવેશ થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં માન્ય રાજકીય પક્ષોએ બળાત્કારમાં સંડોવાયેલા ૨૬ ઉમેદવારોને ટિકિટ આપી હતી. જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં મહિલા વિરુદ્ધ અપરાધ આચરનાર ૩૨૭ ઉમેદવારોને વિવિધ રાજકીય પક્ષોએ ટિકિટ આપી હતી. જેમા સૌથી વધુ ભાજપે ૪૭ ઉમેદવારોને, બસપાએ ૩૫ને અને કોંગ્રેસે ૨૪ ઉમેદવારોને ટિકિટ આપી હતી.

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv