Skip to main content

Posts

Showing posts from November 1, 2018

નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના કોન્સટેબલ પર થયો જીવલેણ હુમલો..

નારાયણ સરોવર પોલીસ સ્ટેશન થી મળતી માહિતી અનુસાર ના.સ. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલ કરણભાઈ નટવરલાલ ચાંગેચા પર લાલાભાઇ ઉર્ફે લલીતભાઈ મોતીભાઈ એ તલવાર વડે હુમલો કરતા ઘાયલ ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ ને મળેલી ફરિયાદ અનુસાર અપનાનગર કોલોની વિસ્તારમાં લાલાભાઇ ઉર્ફે લલીતભાઈ મોતીભાઈ એક રહેણાક મકાનમાં પોતાની પ્રેમિકા સાથે ઝઘડો કરતો હોય સ્થાનિકો ને પરેશાની થતાં તેમણે રજૂઆતો કરી તેમ છતાં લલીતભાઈ રહેવાસીઓને વધુ પરેશાન કરતો હતો જે સંદર્ભે  પોલીસ સ્ટાફ સાથે મહિલા પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો સ્થાનિકે જઈ એ ઘર નો દરવાજો ખખડાવતા હુમલાખોર લલીતભાઈ એ તલવાર વડે હુમલો કરતાં  કોન્સટેબલ કરણભાઈને તલવાર હાથના ભાગે વાગતા ઇજાગ્રસ્ત ને પ્રાથમિક સારવાર માટે પાનધ્રો સ્થિત જી.ઈ.બી. હોસ્પિટલમાં તેમજ વધુ સારવાર માટે ભુજ ની જી.કે. જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ ગાંધીધામ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે હુમલાખોર અને તેની પ્રેમિકા વિરુદ્ધ ગુન્હો નોંધી ને બંને ની અટક કરી છે. અહેવાલ અને તસવીર - હિતેશ જોશી લખપત Android App - maa news YouTube - maa news live Fb page