ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ કુમાર દેવે જણાવ્યું હતું કે લાખો વર્ષો પહેલાં ઇન્ટરનેટની શોધ ભારતમાં થઈ હતી. તેમણે જણાવ્યું કે મહાભારતના સમયગાળા દરમિયાન માત્ર ઇન્ટરનેટ જ નહીં પણ દેશમાં ઉપગ્રહો પણ હતા. ત્રિપુરામાં એક વર્કશોપને સંબોધતા વિપ્લવ દેવે કહ્યું હતું, "આ એવો દેશ છે જ્યાં મહાભારતમાં સંજયે બેઠાં-બેઠાં યુદ્ધમાં શું થઈ રહ્યું હતું તે ધૃતરાષ્ટ્રને વર્ણવતા હતા. આનો અર્થ શું છે? એ જમાનામાં ટેકનોલોજી હતી, ઇન્ટરનેટ હતું, ઉપગ્રહ હતા. નહીં તો સંજયની આંખોથી કેવી રીતે જોઈ શકાય?" તેમણે કહ્યું કે પશ્ચિમી દેશોએ નહીં પરંતુ ભારતે ઇન્ટરનેટની શોધ કરી છે. તેમણે જણાવ્યું હતું, "તેનો અર્થ એ છે કે તે સમયે ટેકનોલોજી હતી. વચ્ચે શું બન્યું, ન બન્યું, ઘણું બદલાઈ ગયું. પરંતુ તે સમયે આ દેશમાં ટેકનોલોજી હતી. લાખો વર્ષો પહેલાં આ શોધ થઈ ગઈ છે." મુખ્યમંત્રીના આ નિવેદનની ઘણા લોકો સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી રહ્યાં છે. એક ફેસબુક યુઝરે આ વાતને સદીના બ્રેકિંગ ન્યૂઝ કહ્યા છે. ઇબે ગુનાએ લખ્યું છે, "આ સદીના બ્રેકિંગ ન્યૂઝ છે: ઇન્ટરનેટની અને ઉપગ્રહની શોધ હમણાં થઈ નથી, લાખો વર્ષ પહે...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ