દેશના કેટલાક રાજ્યોમાં કેશ સંકટ જોવા મળી રહ્યું છે. તેની પાછળ ભલે બીજુ કારણ બતાવામાં આવી રહ્યું હોય પરંતુ દેશની કરન્સીની પ્રિન્ટીંગને લઇને કંઇક જુદુ જ ચિત્ર છે.
સૂત્રોને મળતી જાણકારી મુજબ નાસિકના પ્રિન્ટીંગમાં ગત નવેમ્બરથી 500 રૂપિયાની નોટનું છાપકામ બંધ હતું, જ્યારે એપ્રિલથી 200, 100 અને 50 રૂપિયાની નોટનું પ્રિન્ટીંગ 44 ટકા ઓછુ કરાયું હતું. એક મળતા અહેવાલ મુજબ પ્રેસમાં નોટનું છાપકામ 2017-18નો ટારગેટ પુરો થઇ હોવાના કારણે બંધ કરી દેવાયું હતુ.
નાસિક પ્રિન્ટિગ પ્રેસને આરબીઆઇએ 18 મિલિયન નોટ છાપવાનો ટારગેટ આપ્યો હતો. એવી જ રીતે 20 અને 100 રૂપિયાના નોટનું છાપકામ પણ 1 એપ્રિલથી બંધ કરી દેવામાં આવ્યું હતું.
કેશ સંકટની બહાર આવવા દેવામાં બેન્ક નોટ પ્રિન્ટિંગમાં 24 કલાક મશીન ચલાવામાં આવશે. આ માટે 9 કલાકની ત્રીજી શિફ્ટ પણ ચાલુ કરી દેવામાં આવી છે. નોટબંધી બાદ આ બીજ વખતે 24 કલાક મશીન ચલાવામાં આવી રહ્યાં છે.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page /
group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment