Skip to main content

Posts

Showing posts from June 28, 2018

કુકમાં ખાતે થી જુગારધામ પકડી પાડતી ભુજ LCB..

મળતી માહિતી અનુસાર ભુજ તાલુકાનાં કુકમાં ગામ ખાતે દાતારપીર સોસાયટી, ધનુબેન આહીર ના મકાન ની બહાર જાહેરમાં જુગાર રમતી 8 મહિલાઓને પકડી પડાઈ છે. જુગારીઓમાં જેમના ઘર બહાર જુગારધામ ચાલતું હતું એ ધનુબેન ડાયા આહીર, ભચીબેન વિઠ્ઠલદાસ મહેશ્વરી, મેસીબેન શામજી આહીર, આરતીબેન શંભુ આહીર, મણીબેન અરજણ બાલાસરા, રહિમાબેન બુઢા સોરા, લક્ષ્મીબેન શામજી મહેશ્વરી, સોનબાઈ મિસરી નોડે નામની 8 મહિલાઓને 17,700 રોકડ સાથે પકડી પાડી આગળની કરવાહી હાથ ધરી હતી. અહેવાલ અને તસવીર - કિરણ ગોરી Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર , ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 15 રૂપિયામાં 20 લીટર

મુંબઈ: ઘાટકોપરમાં ચાર્ટર્ડ પ્લેન થયું ક્રેશ, પાંચ લોકોના મોત..

શહેરમાં ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયાની ઘટના બની છે, ઘાટકોપર વિસ્તારમાં આ વિમાન ક્રેશ થયાની ખબરો મળી રહી છે. પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનામાં પાંચ લોકોનાં મોત થયા છે, બનાવની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે. ઘાટકોપર પાસે આવેલા સર્વોદયા નગરમાં આવેલી જાગૃતિ બિલ્ડિંગ પાસે આ પ્લેન ક્રેશ થયું છે. આ અંગે વધુ તપાસ શરુ કરવામાં આવી છે. મુંબઈ પોલીસના જણાવ્યા પ્રમાણે આ અંગે તપાસ શરુ કરી દેવામાં આવી છે. એનડીઆરએફ, ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે. જે જગ્યા પર આ દુર્ઘટના સર્જાઈ છે તે એક કંસ્ટ્રક્શન સાઈટ છે. હાલ વિમાનના ક્રેશ થવાના કારણ અંગે તપાસ કરવામાં આવી રહી છે. ખબરોનું માનીએ તો જુહુ એરપોર્ટ તરફ આ પ્લેન જઈ રહ્યું હતું અને તે જેવું ક્રેશ થયું કે તેમાં આગ લાગી ગઈ, પછી વિમાન સીધું નીચે પડ્યું. ખબરો એવી સામે આવી રહી છે કે આ અગાઉ યુપી સરકારનું પ્લેન હતું પણ પછી તેને એક ખાનગી કંપનીને વેચી દેવામાં આવ્યું હતું. અને તેનો પ્રાઈવેટ પ્લેન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. અને પ્લેન ટેસ્ટ દરમિયાન ઉડાડવામાં આવ્યું હતું અને ત્યારે તેમાં પાઈલોટ સહિત ટેક્નિકલ ટીમ

મુંબઇથી ટ્રેન મારફતે કચ્છમાં દારૂ ઘુસાડી વહેંચવાનુ કારસ્તાન ઝડપાયું..

બનાવની મળતી વિગતો મુજબ, ભચાઉ પોલિસને બાતમી મળી હતી કે રામવાડી વિસ્તારમાં બળદેવ મારાજની ઓફીસમાં કેટલાક શખ્સો મુંબઇથી ટ્રેન મારફતે મુસાફરના સ્વાગંમાં દારૂની હેરફેર કર્યા બાદ ભચાઉમાં તેનુ વેચાણ કરે છે અને તે આધારે ભચાઉના ઇન્ચાર્જ પોલિસ ઇન્સપેક્ટર એસ.જે. ભાટીયાની આગેવાનીમાં પોલિસે ત્યા દરોડો પાડ્યો હતો અને તેની ઓફીસ ખોલાવતા તેમાંથી 10 બેગમા રખાયેલો દારૂ-બીયરનો 1.34 લાખનો જથ્થો મળી આવ્યો હતો. જો કે હજુ આ મામલે એકપણ આરોપી ઝડપાયો નથી. પરંતુ દારૂ લઇ આવનાર અને વહેંચનારના નામ ખુલ્યા છે. જેને શોધવા માટે પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલિસે કરેલી પ્રાથમીક તપાસમાં જે ઓફીસમાંથી આ દારૂ ઝડપાયો છે. તે બળદેવ મારાજની ઓફીસ છે અને તેમાં પ્રદિપ મારાજ, હરનીશ કનુભાઇ જોષી તથા સાવન ભરતભાઇ જોષી તમામ રહે. ભચાઉ વાળા મુંબઇથી ટ્રેન મારફતે બેગમાં દારૂ બીયરનો જથ્થો લાવી ઓફીસમાં રાખતા હતા અને ત્યાર બાદ સંજય ઇશ્વરલાલ દરજી, રાકેશ જોષી, કનૈયા ઠક્કર ઉર્ફે કાનો ઠાકરશી ઠક્કર તથા હનીફની મદદથી તે દારૂ બીયરનુ વહેંચાણ કરતા હતા. જે રીતે ઓફીસમાંથી બેગમાંથી દારૂ ઝડપાયો છે. તે જોતા મુસાફર સ્વાગંમાં આ દારૂ અહી લવાતો હોય તેવ

ગાંધીધામ પોલીસે મુદ્દામાલ સાથે ઘરફોડ ચોર પકડી સપ્તાહ પૂર્વેની ચોરીનો ભેદ ઉકેલ્યો.

ગાંધીધામની રેલ્વે કોલોનીના રહેણાક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને બે મોબાઈલ ફોન સહિત 1.99 લાખની કિમતની માલમત્તા ચોરનારા ચોરને ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.ગત 19 જૂનના રોજ આ ચોરીનો બનાવ બન્યો હતો. ચોરીના કેસમાં પોલીસે બાતમીના આધારે કિડાણાના લક્ષ્યનગરમાં રેહતા 27 વર્ષિય શબ્બિર સલેમાન ઉર્ફે વાદરી કાનગડની ધરપકડ કરી છે અને શબ્બિર પાસેથી પોલીસે 1.99 લાખ રૂપિયાની કિમતનો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ :  125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા. મા ગૌશાળા:  દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર,  ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર  મા ડ્રિંકિંગ વોટર:  15 રૂપિયામાં 20 લીટર

જમ્મુ જતી સેનાની સ્પેશિયલ ટ્રેનમાંથી BSFના ૧૦ જવાન અચાનક લાપતા

સેનાની સ્પેશિયલ ટ્રેનમાં જમ્મુ-કાશ્મીર જઈ રહેલા બીએસએફના ૧૦ જવાન રસ્તામાં જ અચાનક ગાયબ થઈ ગયા હોવાની ઘટના બનતાં બીએસએફના અધિકારીઓમાં ભારે દોડધામ મચી જવા પામી છે.અને અધિકારીઓએ આ અંગે ઉચ્ચ સ્તરે જાણ કરી છે.આ ઘટનામાં બીએસએફનો એક જવાન વર્ધમાન સ્ટેશન પર અને અન્ય નવ જવાન ધનબાદ સ્ટેશન પર ગુમ થયા છે. તંત્રને આ ઘટનાની જાણ થતાં અધિકારીઓમાં ભારે હોબાળો મચી ગયો હતો. આ મામલે પ્લાટૂન કમાન્ડરોએ મુગલસરાય જીઆરપી મથકમાં ફરિયાદ નોંધાવી હતી.મુગલસરાય જીઆરપીના પીએસઆઈ જિતેન્દ્રકુમાર યાદવે જણાવ્યું હતું કે બીએસએફનું એક ગ્રૂપ ગૂમ થઈ ગયા હોવાની પ્લાટૂન કમાન્ડરો દ્વારા જાણકારી મળી છે આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.પશ્વિમ બંગાળના મુર્શિદાબાદથી ૮૩મી બંગાળ બટાલિયનના બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને લઈને સેનાની સ્પેશિયલ ટ્રેન જમ્મુ-કાશ્મીર માટે રવાના થઈ હતી. આ તમામ જવાનો જમ્મુ- કાશ્મીર ફરજ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રેન વર્ધમાન સ્ટેશન પર રોકાઈ હતી. ત્યારબાદ બીએસએફ દળનો એક જવાન ટ્રેનમાં જોવા મળ્યો ન હતો. ટ્રેન ત્યાંથી રવાના થયા બાદ ધનબાદ સ્ટેશન પર રોકાઈ હતી, ત્યા પણ બીએસએફ દળના વધુ નવ જવાન અચાનક ગાયબ