બનાવની મળતી વિગતો મુજબ, ભચાઉ પોલિસને બાતમી મળી હતી કે રામવાડી વિસ્તારમાં બળદેવ મારાજની ઓફીસમાં કેટલાક શખ્સો મુંબઇથી ટ્રેન મારફતે મુસાફરના સ્વાગંમાં દારૂની હેરફેર કર્યા બાદ ભચાઉમાં તેનુ વેચાણ કરે છે અને તે આધારે ભચાઉના ઇન્ચાર્જ પોલિસ ઇન્સપેક્ટર એસ.જે. ભાટીયાની આગેવાનીમાં પોલિસે ત્યા દરોડો પાડ્યો હતો અને તેની ઓફીસ ખોલાવતા તેમાંથી 10 બેગમા રખાયેલો દારૂ-બીયરનો 1.34 લાખનો જથ્થો મળી આવ્યો હતો. જો કે હજુ આ મામલે એકપણ આરોપી ઝડપાયો નથી. પરંતુ દારૂ લઇ આવનાર અને વહેંચનારના નામ ખુલ્યા છે. જેને શોધવા માટે પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે.
![]() |
પોલિસે કરેલી પ્રાથમીક તપાસમાં જે ઓફીસમાંથી આ દારૂ ઝડપાયો છે. તે બળદેવ મારાજની ઓફીસ છે અને તેમાં પ્રદિપ મારાજ, હરનીશ કનુભાઇ જોષી તથા સાવન ભરતભાઇ જોષી તમામ રહે. ભચાઉ વાળા મુંબઇથી ટ્રેન મારફતે બેગમાં દારૂ બીયરનો જથ્થો લાવી ઓફીસમાં રાખતા હતા અને ત્યાર બાદ સંજય ઇશ્વરલાલ દરજી, રાકેશ જોષી, કનૈયા ઠક્કર ઉર્ફે કાનો ઠાકરશી ઠક્કર તથા હનીફની મદદથી તે દારૂ બીયરનુ વહેંચાણ કરતા હતા. જે રીતે ઓફીસમાંથી બેગમાંથી દારૂ ઝડપાયો છે. તે જોતા મુસાફર સ્વાગંમાં આ દારૂ અહી લવાતો હોય તેવુ પ્રાથમીક રીતે સામે આવ્યુ છે. જો કે દરોડા દરમ્યાન એક પણ શખ્સ પોલિસની ગીરફ્તમાં આવ્યો નથી. પરંતુ પોલિસે આટલા નામો આ સમગ્ર રેકર્ટમાં ખોલ્યા છે અને તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

Android App -
maa news
YouTube - maa
news live
Fb page - maa
news live page
Fb group: maa
news live group
Twitter -
@jaymalsinhB
Email -
jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287
48643
97252 06127
CUG Number -
97252 06123 to 37
72260 06124 to
33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.
મા ગૌશાળા:
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર,
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર:
15 રૂપિયામાં
20 લીટર
Good
ReplyDeleteVery good
ReplyDelete