Skip to main content

Posts

Showing posts from February 19, 2018

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv

ભુજ સ્વામિનારાયણ મંદિર પાછળ આગ : ભૂંગો અને 4 ગલૂડિયા ખાખ

ભુજ સ્વામિનારાયણ મંદિર પાછળ ભૂંગો ખાખ : ૪ ગલૂડિયા રાખ ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલ એક ભૂંગામાં આજે અચાનક આગ લાગતાં એક કરુણ દ્રશ્ય સર્જાયું હતું. ભૂંગામાં રહેતાં ડોશીમા બહાર ગયા હતા , પણ ભૂંગામાં વિયાયેલી એક કુતરીના ૫ માંથી ૪ ગલૂડિયા આગમાં બળીને ભડથું થઈ ગયા હતા . કુતરી એક બચેલા ગલુડિયાને જે રીતે જોઈ રહી હતી એ દ્રશ્ય કોઈપણ પથ્થર દિલ વ્યક્તિને પણ પીગળાવી દે તેવું હતું, લોકોએ આગને કાબુ કરી હતી , પણ એ પહેલાં ડોશીમાંનો ભૂંગો અને કુતરીના ૪ ગલુડીયા આગમાં રાખ થઈ ગયા હતા. આ ભૂંગામાં આગ આકસ્મિક લાગી હતી કે કોઈએ લગાડી હતી એ તપાસનો વિષય છે , પણ એક વાત સ્પષ્ટ છે લોકોની માનવતા હવે ધીમે ધીમે મરતી હોય એવું દેખાઈ રહ્યું છે. ( આ પણ વાંચો ) આજરોજ પૂજ્ય છત્રપતિ શિવાજીની જન્મજયંતિ નિમિતે જિલ્લા મથક ભુજ ખાતે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત હિન્દુ યુવા સંગઠન તથા મહારાષ્ટ્ર મંડળ દ્વારા આયોજિત બાઈક રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.આ બાઈક રેલી ભુજ ખાતેના કંસારા બજારથી શરૂ થઈ હતી.અને તે ભીડ વિસ્તાર , સ્ટેશન રોડ  થઈ હોસ્પિટલ રોડ , જ્યુબિલી સર

ખારીરોહર ગ્રામપંચાયત વિવાદ : કલેકટરને આવેદન

ખારીરોહર ગ્રામપંચાયતનાં સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે કલેકટરને આવેદન કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના ખારી રોહર ગ્રામ પંચાયતના અનુ.જાતિના મહિલા સરપંચ પર થયેલી ખોટી અવિશ્વાસની દરખાસ્ત સામે આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ખારી રોહર ગ્રામપંચાયત ના સરપંચ શ્રીમતી પુરબાઈ બડીયા ગામના પ્રથમ દલિત સરપંચ છે.ગામમાં પ્રથમ દલિત મહિલા સરપંચ આવતા પંચાયતના અમુક સભ્યોએ તેમની પ્રત્યે ઈર્ષા દાખવી હતી. સરપંચ શ્રીને અનેક વાર જાતિ વિશે અપમાનિત કરીને તેમને માનસિક ત્રાસ આપવાનો પ્રયત્ન કરેલો છે.અને સરપંચશ્રીની ખોટી સહી અને સોગંદનામું પણ લેવામાં આવ્યું.જેનાથી તેમની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત થઈ.અવિશ્વાસની દરખાસ્ત કરનાર સભ્યો એક જ ઘરના છ સભ્યો છે.અને પારિવારિક અને કૌટુંબિક છ સભ્યોએ તેમની વિરુદ્ધ ખોટી દરખાસ્ત કરીને તેમને સરપંચ પદેથી બરતરફ કર્યા હતા.આ ઘટના અંગે સરપંચ અજાણ હતા.જેથી ગ્રામજનોએ એવી માંગણી કરી હતી કે આની વિરુદ્ધ તપાસ કરવામાં આવે અને સરપંચશ્રીને ફરીથી ગામનો ચાર્જ સોંપવામાં આવે.આ અંગે એકલનારી મહિલા મંચે સરપંચશ્રીનો સહયોગ આપ્યો હતો. આ પણ વાંચો :  વગાડમાં ભાજપ રહ્યું આ

વાગડમાં પાલિકાની ચુંટણીઓનાં પરિણામમાં કેસરિયો લહેરાયો...

રાપર-ભચાઉ નગરપાલિકાના પરિણામ આવી ગયા, જેમાં રાપરમાં બીજેપીને ૧૫ સીટો મળી અને કોંગ્રેસને ૧૩ સીટો મળી છે. ભચાઉમાં ૧૯ સીટ બીજેપીને અને ૯ સીટ કોંગ્રેસને મળી છે તેથી વાગડમાં કેસરિયો લહેરાયો છે, અને એ રીતે બંને નગરપાલિકાને બીજેપીએ કબજે કરી છે...

કચ્છ આજે ધુમ્મસનાં આલિંગનમાં : વાહનચાલકો સાવધાન

કચ્છમાં આજરોજ ધુમ્મસ છાયું વાતાવરણ જોવા મળ્યું હતું. કચ્છના માંડવી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધૂમમ્સ છાયું વાતાવરણ જોવા મળ્યું હતું.આસંબીયા , કોડાય ,જખણીયા , માંડવી શહેર, મોટા લાયજા ,સલાયા ,સહિતના ગામડાઓમાં વહેલી સવારે ધૂમમ્સ નું વાતાવરણ જોવા મળ્યું હતું. ( Video : જુઓ ધૂમ્મસ નો વિડિઓ ) જેને લીધે વાહનચાલકો પરેશાન બન્યા હતા.ધૂમમ્સ ના કારણે અકસ્માત થવાની ભીતિ હોવાથી વાહન ચાલકો તકેદારી રાખે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewslive. blogspot. com *Facebook* : maa news live page */* group *Twitter* : @jaymalsinhB *Email : jaymalsinhjadeja@gmail.com* ( જુઓ તસ્વીર આજની )