પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરાયા ઓનલાઇન સાયબર સીકયુરીટી અવેરનેસ પોર્ટલ આજ રોજ પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડાના આદેશથી અને શ્રી જે.એન.પંચાલ પોલીસ ઇન્સ્પેકટર એલ..સી.બી. તેમજ .રાણા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી. ના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારશ્રીની સુરક્ષા સેતુ સોસાયટી યોજના અંતર્ગત એલ.સી.બી., પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા સાયબર સિકયુરીટી અવેરનેસ અંગેના બે ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે. આ અંગે વધુ માહિતી આપતા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.પંચાલ તેમજ પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.જે.રાણાનાઓએ જણાવેલ કે, છેલ્લા ત્રણેક વર્ષથી સાયબર ક્રાઇમની ફરીયાદોમાં ઉછાળો આવેલ છે. આવા સાયબર ક્રાઇમનો ભોગ બન્યા બાદ લોકોને જે આર્થિક કે સામાજીક નુકશાન થાય છે તેની ભરપાઇ કરવી મુશ્કેલ છે. આથી આવા ગુનાઓનો લોકો ભોગ ન બને તે માટે સાવચેતી અને અવેરનેસ એ એક જ ઉપાય છે. જેથી ફેસબુક પર *https://www.facebook.com/CyberSamvad* https://www.facebook.com/CyberSamvad પેજ બનાવવામાં આવેલ છે. તેમજ એન્ડ્રોઇડ એપ ઇન્સ્ટાગ્રામ પર *t.me/CyberSamvad* થી એક ચેનલ બનાવવામાં આવેલ છે. આ બંન્ને પોર્ટલ પર નિયમિત રીતે સાયબર ...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ