બહુચર્ચિત મગફળી કૌભાંડમાં સરકાર પગલાં ભરવાને બદલે મોટા માથાઓને છાવરવા પ્રયાસ કરી રહી છે : પરેશ ધાનાણી.
મગફળી ભરેલા કોથળા ખાનગી બહાર મીલોમાં લઇ જવાતા હતા. મગફળી ક્યાં પીલાઇ ગઇ એ સવાલ. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં સામે આવેલા કૌભાંડથી ખળભળાટ મચી જવા પામ્યો છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા દ્વારા મગફળી કાંડ મામલે સતત ચોથા દિવસે પ્રતીક ઉપવાસ-ધરણાં કરવામાં આવ્યા હતા. રાજકોટ ખાતે પ્રતીક ઉપવાસ ધરણાં કરી રહેલા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ સરકાર સામે આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ગોંડલની અંદર ધરણા કર્યા તો જાણવા મળ્યું કે અઠવાડિયા પહેલા ફોતરી ભરેલી ગાડીઓ ગોડાઉનમાં ઠલવાતી હતી અમે મગફળી ભરેલા કોથળા ખાનગી બહાર મીલોમાં લઇ જવાતા હતા. મગફળી ક્યાં પીલાઇ ગઇ એ સવાલ પણ લોકોના મનમાં ઉઠી રહ્યો છે. નેશનલ ગોડાઉન સાપર ખાતે અમે ગઇકાલે ધરણા કર્યા હતા. એ સાપરની ઘટનાને આજે ત્રણ મહિના પૂરા થવા આવ્યા છે. છતાં એની તપાસ ક્યાં પહોંચી, એફએસએલનો રિપોર્ટ ક્યાં ગયો ? કૃષિ તજજ્ઞોનો રિપોર્ટ હજુ સુધી કેમ ન આવ્યો ? સીઆઇડી ક્રાઇમે એમાં શું પગલાં ભર્યા ? આજ સુધી કેમ કોઇ આરોપીઓને ન્યાયના કઠેરામાં ઉભા રાખવામાં ન આવ્યા, કેમ જેલના સળીયા પાછળ ધકેલવામાં ન આવ્યા, એ સવાલ પણ ઉઠવા પામ્યો છે. મોંઘા ભાવે ખરીદાયેલા...