Skip to main content

બહુચર્ચિત મગફળી કૌભાંડમાં સરકાર પગલાં ભરવાને બદલે મોટા માથાઓને છાવરવા પ્રયાસ કરી રહી છે : પરેશ ધાનાણી.

મગફળી ભરેલા કોથળા ખાનગી બહાર મીલોમાં લઇ જવાતા હતા. મગફળી ક્યાં પીલાઇ ગઇ એ સવાલ.


રાજ્યમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં સામે આવેલા કૌભાંડથી ખળભળાટ મચી જવા પામ્યો છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા દ્વારા મગફળી કાંડ મામલે સતત ચોથા દિવસે પ્રતીક ઉપવાસ-ધરણાં કરવામાં આવ્યા હતા. રાજકોટ ખાતે પ્રતીક ઉપવાસ ધરણાં કરી રહેલા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ સરકાર સામે આકરા પ્રહારો કરતાં જણાવ્‍યું હતું કે ગોંડલની અંદર ધરણા કર્યા તો જાણવા મળ્યું કે અઠવાડિયા પહેલા ફોતરી ભરેલી ગાડીઓ ગોડાઉનમાં ઠલવાતી હતી અમે મગફળી ભરેલા કોથળા ખાનગી બહાર મીલોમાં લઇ જવાતા હતા. મગફળી ક્યાં પીલાઇ ગઇ એ સવાલ પણ લોકોના મનમાં ઉઠી રહ્યો છે. નેશનલ ગોડાઉન સાપર ખાતે અમે ગઇકાલે ધરણા કર્યા હતા. એ સાપરની ઘટનાને આજે ત્રણ મહિના પૂરા થવા આવ્યા છે. છતાં એની તપાસ ક્યાં પહોંચી, એફએસએલનો રિપોર્ટ ક્યાં ગયો ? કૃષિ તજજ્ઞોનો રિપોર્ટ હજુ સુધી કેમ ન આવ્યો ? સીઆઇડી ક્રાઇમે એમાં શું પગલાં ભર્યા ? આજ સુધી કેમ કોઇ આરોપીઓને ન્યાયના કઠેરામાં ઉભા રાખવામાં ન આવ્યા, કેમ જેલના સળીયા પાછળ ધકેલવામાં ન આવ્યા, એ સવાલ પણ ઉઠવા પામ્યો છે.


મોંઘા ભાવે ખરીદાયેલા અંદાજે ૧૭૦૦ કરોડના મગફળીના કોથળા કોણે સળગાવ્યા? એ સવાલ મૂંઝવી રહ્યો છે. પગલાં ભરવામાં અને જવાબ આપવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. પાંચ પાંચ ગોડાઉનમાં કરોડોની મગફળી સળગી ઉઠી પરંતુ યોગ્ય પગલાં ભરવામાં સરકાર ઉણી ઉતરી છે. આરોપીઓને જેલને સળીયા પાછળ ધકેલવાને બદલે સરકાર જાણે એમને છાવરી રહી હોય એવી સ્થિતિ છે. સરકાર પોતાની પપેટ પોલીસ પાસે તપાસને આડે રસ્તો દોરી જવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે વિરોધ પક્ષ દ્વારા આ મામલે ન્યાય માટે ધરણાં શરૂ કરાયા છે ત્યારે સરકારે એક રાતમાં એક મંડળીના ૨૨ વ્યક્તિઓને જેલમાં પૂર્યા છે. આ તો માત્ર મજૂરોને માછલાં ગણીને સમગ્ર ષડયંત્ર ઉપર પડદો પાડવાનો પ્રયાસ છે.

ભાજપ સરકારને ખેડૂત વિરોધી નીતિ-ભષ્‍ટાચારી નીતિઓના ભોગે ગુજરાતના લાખો ખેડૂતો ભોગ બની રહ્યા છે ત્‍યારે ભાજપ સરકાર પર નિશાન સાધતાં વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, રાજ્યમાં કઇ આઠ સંસ્થાઓને ખરીદીના કેન્દ્રો સોંપ્યા હતા ? ક્યાંથી કેટલો માલ ખરીદાયો ? કોને અપાયો ? કયા ગોડાઉનમાં મગફળીનો કેટલો જથ્થો છે ? મારે સરકારને સવાલ પુછવો છે કે ચાર હજાર કરોડના આ કૌભાંડને ચૂંટણી પહેલા માત્ર રાજકીય રોટલા શેકવા, ખેડૂતોને ભરમાવવા શરૂ કર્યો હતો. આજે પાંચ લાખ ટન મગફળી ખેડૂતોના ઘરમાં નડી છે. લેનાર કોઇ નથી અને પાણીના ભાવે ખેડૂત લુંટાય છે. મારે સરકારને પુછવું છે કે આજે ઉપવાસનો ચોથો દિવસ છે. જો સરકાર દૂધે ધોયેલી હોય તો ન્યાયિક તપાસ આપતાં કેમ અચકાય છે. મને લાગે છે કે, ચાર હજાર કરોડના આ કૌભાંડમા મજૂરોને ગુનેગાર બનાવી, ફરિયાદીને આરોપી બનાવી અને જેલમાં પુરી આ ચાર હજાર કરોડના કૌભાંડ પર સરકાર પડદો પાડવા ઇચ્છે છે. માછલીઓ પકડવામાં આવી છે અને મગરમચ્છો ખુલ્લા ફરી રહ્યા છે.

સમગ્ર મગફળી કાંડની તટસ્‍થ-ન્‍યાયિક તપાસની માંગ સાથે સતત ચોથા દિવસે ટેકાના ભાવે મગફળી ખરીદવા સંગ્રહાયેલ ૨૫ લાખ જેટલા કોથળાઓ સળ્ગયા હતા તે સ્‍થળ જુના માર્કેટીંગ યાર્ડ, રાજકોટ ખાતે પ્રતિક ઉપવાસમાં મોટી સંખ્‍યામાં ખેડૂતો, કોંગ્રેસ પક્ષના સ્‍થાનિક આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. આવતીકાલ તા.૦૭-૦૮-૨૦૧૮ને મંગળવારે વિરોધપક્ષના નેતાશ્રીના કાર્યાલયમાં સવારે ૧૦.૩૦ કલાકથી પ્રતિક ઉપવાસ ચાલુ રહેશે , એવું વિરોધપક્ષના કાર્યાલય ની અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું છે.




Android App - maa news
YouTube - maa news live
Fb page - maa news live page
Fb group: maa news live group
Twitter - @jaymalsinhB
Email - jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287 48643
97252 06127
CUG Number - 97252 06123 to 37
72260 06124 to 33

મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.

મા ગૌશાળા:
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર,
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર

મા ડ્રિંકિંગ વોટર:
15 રૂપિયામાં 20 લીટર

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv