પરીક્ષાનો ભય આજકાલ ખુબ જ ચિંતાનો વિષય બની ગયેલ છે. હમણાં જ પરીક્ષાનો માહોલ પૂરો થયો ને એમાં તાજેતરમાં લેવાયેલી પરીક્ષામાં તેના પેપર નબળાં જતાં એક યુવતીએ ગળેફાંસો ખાઈ ને આપઘાત કરી લીધો છે. મૃતક કલ્પના સુદેશ સેંઘાણીયાનું સપનું હતું કે પોતાના પિતાની જેમ જ શિક્ષક બને જેથી તે મુંદરાની હોસ્ટેલમાં રહી પીટીસીનો અભ્યાસ કરતી હતી. તેના પિતા અંજારમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. હાલ માં જ કલ્પનાની પરીક્ષા પૂરી થતા તે તેના મામાના ઘરે ભુજના વાલદાસનગર ખાતે આવી હતી. પરીક્ષામાં નબળા પેપર ગયા હોવાના ડરને લીધે આ યુવતી સતત ભયમાં હતી જેથી તેણે ગત રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં તેના મામા ના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવના પગલે મૃતક યુવતીના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયાં છે. બનાવ અંગે ભુજ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ