Skip to main content

20 કરોડના ખર્ચે નર્મદા જિલ્લામાં બનશે ટાઇગર સફારી : સરકારે આપી મંજૂરી..

ગુજરાતમા પ્રથમવાર ટાયગર સફારી બનવા જઈ રહ્યું છે. નર્મદા જિલ્લામાં ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ હવે વાઘ જોવા પણ મળશે. કારણકે સરકારે ટાઇગર સફારીની મંજૂરી આપી છે. એક વર્ષની રજૂઆત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક તિલકવાડા તાલુકાના કાકડીયાના વન વિસ્તારમાં ટાઇગર સફારી બનાવવામાં આવશે. અહીંયા 78 હેકટર વિસ્તારમાં આ સફારી પાર્ક બનશે. 34 હેકટરમાં માત્ર વાઘનું નિવાસ્થાન હશે.

વાઘ બહાર ન આવી જાય તે માટે ફેસીંગ ઉભી કરાશે.સમગ્ર વિસ્તારને લોખંડની 6 મીટર ઉંચી મજબુત ફેંસીગ ઉભી કરાશે. નોઈઝ પોલ્યુશનથી દુર રહેવા સફારીમાં ઈ-કારની સુવિધા કરાશે. સમગ્ર પ્રોજેકટને વર્ષ 2022 સુધી $ 20 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. ઘનિષ્ઠ સર્વે બાદ વાઘ માટે સાનુકૂળ વાતાવરણ હોવાનું પ્રસ્થાપિત થયા બાદ સરકારે મંજૂરીની મહોર મારી છે.


- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB

Email : jaymalsinhjadeja@gmail.com

Comments