Skip to main content

Posts

Showing posts from September 5, 2018

છ જિલ્લામાંથી કચ્છમાં ઘાસ ઠલવાઇ રહયું છેઃ બે દિ’માં ૧૮૩ ટ્રકો આવી પહોંચી..

કચ્છમાં વરસાદના અભાવે મહામુલા પશુધનને બચાવવા રાજય સરકારના અથાક પ્રયાસો વચ્ચે જિલ્લા કલેકટર દ્વારા કચ્છના ત્રણ નાયબ કલેકટર અને ત્રણ મામલતદારોને કચ્છમાં ઝડપભેર ઘાસ લાવવાની પરિસ્થિતિની ગંભીરતા પારખી રવાનગી કરાયાં બાદ જિલ્લા કલેકટર રેમ્યા મોહન રોજે-રોજ સ્થિતિ પર ચાંપતી નજર રાખીને કચ્છમાં ઘાસની પરિસ્થિતિ ઝડપભેર થાળે પાડવા જુનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, અમરેલી અને બોટાદ ખાતેથી ઘાસની રોજ-બ-રોજ આવક થતી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે. ગઇકાલે ૪થી સપ્ટેમ્બરે બપોર સુધીમાં ૬૨ ટ્રકસ રવાના કરાઇ હતી જેમાં જુનાગઢથી ૯, સુરેન્દ્રનગરથી ૮, ભાવનગરથી ૨૬, જામનગરથી ૫, અમરેલીથી ૮ અને બોટાદથી ૬ ટ્રક કચ્છ માટે લોડીંગ કરી ઘાસની રવાનગી કરાઇ હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર આજ રોજ પાંચમી સપ્ટેમ્બરે કચ્છના પશુધનની ઘાસની જરૂરિયાતને પહોંચી વળવા વધુ ૧૨૧ ટ્રક રવાના કરાયાં છે. જેમાં જુનાગઢથી ૧૫, સુરેન્દ્રનગરથી ૨૦, ભાવનગરથી ૩૧, જામનગરથી ૩૦, અમરેલીથી ૧૦ અને બોટાદથી ૧૫ ટ્રકો ભરીને કચ્છ ભણી ઘાસ મોકલવામાં આવે છે. જામનગરથી ૬૦ હજાર કીલો, સુરેન્દ્રનગરથી ૮૦ હજાર કીલો, ભાવનગરથી ૧.૨૪ લાખ કીલો, જ