કચ્છમાં વરસાદના અભાવે મહામુલા પશુધનને બચાવવા રાજય સરકારના અથાક પ્રયાસો વચ્ચે જિલ્લા કલેકટર દ્વારા કચ્છના ત્રણ નાયબ કલેકટર અને ત્રણ મામલતદારોને કચ્છમાં ઝડપભેર ઘાસ લાવવાની પરિસ્થિતિની ગંભીરતા પારખી રવાનગી કરાયાં બાદ જિલ્લા કલેકટર રેમ્યા મોહન રોજે-રોજ સ્થિતિ પર ચાંપતી નજર રાખીને કચ્છમાં ઘાસની પરિસ્થિતિ ઝડપભેર થાળે પાડવા જુનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, અમરેલી અને બોટાદ ખાતેથી ઘાસની રોજ-બ-રોજ આવક થતી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે.
ગઇકાલે ૪થી સપ્ટેમ્બરે બપોર સુધીમાં ૬૨ ટ્રકસ રવાના કરાઇ હતી જેમાં જુનાગઢથી ૯, સુરેન્દ્રનગરથી ૮, ભાવનગરથી ૨૬, જામનગરથી ૫, અમરેલીથી ૮ અને બોટાદથી ૬ ટ્રક કચ્છ માટે લોડીંગ કરી ઘાસની રવાનગી કરાઇ હતી.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર આજ રોજ પાંચમી સપ્ટેમ્બરે કચ્છના પશુધનની ઘાસની જરૂરિયાતને પહોંચી વળવા વધુ ૧૨૧ ટ્રક રવાના કરાયાં છે. જેમાં જુનાગઢથી ૧૫, સુરેન્દ્રનગરથી ૨૦, ભાવનગરથી ૩૧, જામનગરથી ૩૦, અમરેલીથી ૧૦ અને બોટાદથી ૧૫ ટ્રકો ભરીને કચ્છ ભણી ઘાસ મોકલવામાં આવે છે.
જામનગરથી ૬૦ હજાર કીલો, સુરેન્દ્રનગરથી ૮૦ હજાર કીલો, ભાવનગરથી ૧.૨૪ લાખ કીલો, જામનગરથી ૧.૨૦ લાખ કીલો, અમરેલીથી ૪૦ હજાર કીલો અને બોટાદથી ૬૦ હજાર કીલોના હિસાબે ૪.૮૪ લાખ કીલો ઘાસ તાત્કાલિક કચ્છ પહોંચાડાઇ રહયું છે.

કચ્છમાં ઘાસ ડેપો ખાતેથી વિતરણની પણ સુચારૂપણે ઘાસ વિતરણની વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. જે મુજબ ૩૦મી ઓગષ્ટથી ૧લી સપ્ટે સુધીમાં અબડાસા તાલુકા માટે ૩૯ ટ્રક, ભચાઉ તાલુકા માટે ૩ ટ્રક , નખત્રાણા તાલુકા માટે ૧૨ ટ્રક, રાપર તાલુકા માટે ૧૨ ટ્રક, લખપત માટે ૨૩ ટ્રક અને ભુજ તાલુકાના હોડકા, ભીરંડીયારા સહિતના ગામો માટે ૮૦ ટ્રક મળી કુલ ૧૬૯ ટ્રકો ઘાસડેપોમાં મોકલવામાં આવી હતી.
Android App -
maa news
YouTube - maa
news live
Fb page - maa
news live page
Fb group: maa
news live group
Twitter -
@jaymalsinhB
Email -
jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287
48643
97252 06127
CUG Number -
97252 06123 to 37
72260 06124 to
33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.
મા ગૌશાળા:
દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર,
ઘી 1000 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર:
20 રૂપિયામાં 20 લીટર
Comments
Post a Comment