🖋 આજે પણ યુવતીઓને "વર્જિનિટી પરીક્ષણ" આપવું પડે છે. (મા ન્યુઝ , 23 જાન્યુઆરી,9:49) - "હવે સમય બદલાયો છે, મહિલાઓ પણ પુરુષ સમોવડી છે , યુવક કે યુવતી વચ્ચે કોઈ ભેદ નથી." આ તમામ શબ્દોનો છેદ પુણે નાં પીપીરી ગામે ઉડી ગયો છે , આ ગામમાં આજે પણ યુવતીઓને લગ્નની રાતે પોતે કુંવારી છે એ માટે "વર્જિનીટી પરિક્ષણ " આપવું પડે છે. પુણેનાં પીપરી ગામનાં ભટનગર ખાતે રવિવારે લગ્ન હતા , તે દરમિયાન કંજારભાટ યુવાનો કે જેઓ એક જાગૃતિ માટે એક વોટ્સએપ ગ્રુપ ચલાવે છે , આ ગ્રુપનાં સભ્યો યુવતીઓના વર્જિનીટી પરિક્ષણ સામે અવાજ ઉઠાવ્યો છે , ત્યારે રવિવારે આ વોટ્સએપ ગ્રુપનાં સભ્યો લગ્ન દરમિયાન ત્યાં ગયા ત્યારે આ સમુદાયના આશરે ૪૦ જેટલાં લોકોનાં ટોળાંએ કંજારભાટ ગ્રુપનાં યુવાનોને માર માર્યો હતો. વોટ્સએપ ગ્રુપથી જાગૃતિ ફેલાવતાં આ સભ્યો “Stop the V-ritual” અભિયાન ચલાવે છે,આ યુવાનો જાતિ પંચાયત સામે લગ્નની પ્રથમ રાતે વધુઓનાં કુંવારા હોવાનાં પરિક્ષણ સામે આવજ ઉઠાવ્યો છે , રવિવારે એક જૂથ દ્વારા તેમને માર મારવામાં આવતાં પ્રશાંત અંકુર નામનાં ૨૫ વર્ષિય યરવડા ભાટ નગરનાં નિવાસીએ પીપરી પોલીસ સ...