Skip to main content

Posts

Showing posts from March 8, 2018

ત્રણ દિવસ પહેલાં ગૂમ થયેલાં આધેડ આજે મૃત અવસ્થામાં મળ્યા

ભુજમાં શિવનગરમાં રહેતાં આધેડ આજે પરિવારજનોને જીકેમાં મૃત અવસ્થામાં મળ્યા ભુજમાં ત્રણ દિવસ પૂર્વે લાપતા બનેલા આધેડનું આજે મોત નીપજ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ, ભુજના શિવ નગરમાં રહેતા મોહનલાલ દયારામ રાજગોર (ઉ.વ.૫૪)ત્રણ દિવસ પૂર્વે તેમના ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યા ગયા હતા.જ્યારે તેમની શોધખોળ કરતી વખતે આજે તેઓ ભુજના આરટીઓ સર્કલ પાસે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.જેથી તેમને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું.પોલીસે મોતના કારણો જાણવા તપાસ હાથ ધરી છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

દાઉદનો સાથીદાર ફારૂક ટકલો ઝડપાયો..

આજે એટેલ કે તા. ૦૮-૦૩-૨૦૧૮ ના સવારે દુબઇથી મુંબઇ લાવવામાં આવ્યો.. ૧૯૯૩ના બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ હતો.. (ફારુક ટકલો) ૧૯૯૩ મુંબઇ બ્લાસ્ટના આરોપી અંધારી આલમના ડોન દાઉદ ઇબ્રાહીમના વિશ્વાસુ ફારૂક ટકલાની દુબઇથી ધરપકડ કરી મુંબઇ લાવવામાં આવ્યો છે. ૧૯૯૩ બ્લાસ્ટ બાદ ૧૯૯પમાં ફારૂક વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. ૧૯૯૩ બાદ ફારૂક ટકલો ભારતથી ભાગી ગયો હતો. આજે સવારે જ એર ઇન્ડીયાની ફલાઇટથી તેને મુંબઇ લવાયો છે. ફારૂકને સીબીઆઇની ઓફીસે લઇ જવાયો છે જે પછી તેને ટાડા કોર્ટ સમક્ષ રજૂ કરાશે. ૧રમી માર્ચ ૧૯૯૩ના રોજ મુંબઇમાં એક પછી એક ૧ર બોંબ ધડાકા થયા હતાં જેમાં રપ૭ લોકોના મોત થયા હતાં અને ૭૦૦ને ઇજા થઇ હતી. મુંબઇ બ્લાસ્ટ પાછળ દાઉદ ઇબ્રાહીમનો હાથ હતો. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

કેન્દ્ર સરકાર ધોરણ 1 થી 12 ના પાઠ્યપુસ્તકોમાં સુધારા કરશે..

        માનવ સંસાધન વિકાસ મંત્રાલયે વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે ધોરણ 1 થી 12 સુધીનાં અભ્યાસક્રમમાં સુધારા માટે સૂચનો મંગાવ્યા છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે શાળાકીય પાઠ્યપુસ્તકોમાં ત્વરીત સુધારાની જરૂરિયાત છે કારણ કે શિક્ષણનો ઉદ્દેશ્ય એ છે કે શિક્ષણ પ્રણાલી દ્વારા એક સારા વ્યક્તિનું ઘડતર થાય.       શૈક્ષણિક યોગ્યતાની સાથે જીવન કૌશલ્ય, પ્રાયોગિક શિક્ષણ, શારીરિક શિક્ષણ અને રચનાત્મક કુશળતાની પણ આવશ્યકતા હોય છે. આપણે એવી પ્રણાલી વિકસીત કરવી જોઇએ જેના થકી વિદ્યાર્થીઓને પ્રત્યેક વિષય માટે પુરતો સમય મળે જેથી તે એ ક્ષેત્રમાં પ્રગતિ કરે જે તેને પસંદ હોય. શ્રી જાવડેકરે સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે પાઠ્યપુસ્તકોમાં સુધારાની માંગ લાંબા સમયથી રહી છે અને મોટા ભાગના લોકો માને છે કે આ અભ્યાસક્રમ જરૂરિયાત કરતા વધારે લાંબો છે તથા આધુનિક સમય પ્રમાણે ઉપયુક્ત નથી.         કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીએ શિક્ષકો, આચાર્યો, શાળા સંચાલકો, શિક્ષણવિદો, વાલીઓ, વિદ્યાર્થીઓ, સ્વયંસેવી સંસ્થાઓ, વિશેષજ્ઞો, જનપ્રતિનિધિઓ સહિત દરેક હિતેચ્છુઓને આગ્રહ કરતા જણાવ્યું