નલિયા સામૂહિક દુષ્કર્મકાંડમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ગુજરાત સરકારે કચ્છના ધારાશાસ્ત્રી કલ્પેશ સી. ગોસ્વામીની નિમણૂંક કરી છે. જે-તે સમયે એસપી દ્વારા આ કેસની તપાસ માટે ખાસ સીટની રચના કરાઈ હતી. તેમજ સીટની તપાસ પર સીઆઈડીના ખાસ અધિકારીઓને સુપરવિઝનની કામગીરી સોંપાઈ હતી. આ કેસમાં કૉર્ટમાં ચાર્જશીટ રજૂ થઈ ગયા બાદ સીઆઈડીએ ખાસ સરકારી વકીલની નિમણૂંક કરવા માટે રાજ્ય સરકાર સમક્ષ પ્રપોઝલ મુકી હતી. જેના અનુસંધાને સરકારે અમદાવાદના ધારાશાસ્ત્રી ચેતન કે. શાહની ખાસ સરકારી વકીલ તરીકે નિમણૂંક કરી હતી. જો કે, સરકારે હવે ચેતન શાહની નિમણૂંક રદ્દ કરી ગૃહ વિભાગ અને કાયદા વિભાગના પરામર્શ કલ્પેશ ગોસ્વામીની નિમણૂંક કરાઈ છે અને તે અંગે ખાસ જાહેરનામું બહાર પાડ્યું છે. તેમની નિમણૂંક અંગે જિલ્લાના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ, કલેક્ટર, બોર્ડર રેન્જ આઈજી, પૂર્વ કચ્છના એસપી અને પશ્ચિમ કચ્છના એસપી સહિતના લોકોને સત્તાવાર જાણ કરાઈ છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maane...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ