🖋 શહીદ ની શહાદત ક્યાં સુધી સમાચાર બન્યા કરશે ? ૧૯૪૭ થી કરીને અત્યાર સુધી પાકિસ્તાન ની ગોળીઓથી કેટલાં ભારતીય જવાનો શહીદ થયા ? હજુ કેટલાં જવાનો ને શહીદ કરશું ? હજુ આપણે માત્ર વાતો કરશું કે કોઈ કડક પગલાં પણ ભરશું ? ચૂંટણી ટાણે મોટી મોટી વાતો કરીને સરહદ પાર થી થતી ગોળીબારનો જવાબ આપવામાં આવશે એવી ભ્રામક વાતો કરી એને સાર્થક ક્યારે કરવામાં આવશે? આવા અનેક સવાલો દરેક ભારતીય લોકોને સતાવી રહયા છે. (મા ન્યુઝ , ૫ ફેબ્રુઆરી, ૨૩:૦૨ ) - ૨૩ વર્ષના આજનાં યુવક અને યુવતિઓ સોશ્યલ મિડિયામાં મોટી મોટી વાતો કરીને વાણી વિલાસ કરી રહ્યાં છે ત્યારે એક ૨૩ વર્ષ નો ભારત મા નો દીકરો સરહદ ઉપર દેશની રક્ષા માટે લડી રહ્યો હતો. 'જિંદગી લંબી નહીં બડી હોની ચાહિયે' આ શબ્દો હતા કેપ્ટન કપિલનાં , સરહદ પાર થી કરાયેલ પાકિસ્તાની ગોળીબારમાં 23 વર્ષના કેપ્ટન કપિલ કુંડૂ , જવાન શુભમ કુમાર , રાઇફલમેન રામ અવતાર , જવાન રોશન લાલ શહાદત વહોરી ને અનંતની વાટ પકડી લીધી , પણ શું ભારતની સરકાર જવાબી કાર્યવાહી કરશે કે પછી સંસદમાં માત્ર સર્જીકલ સ્ટ્રાઈક ની વારંવાર વાતો કરીને સંસદની ટે...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ