Skip to main content

Posts

Showing posts from April 14, 2018

ભુજમાં શીતળા માતાજીનો મેળો ભરાયો...

ભુજના હમીરસર તળાવ ખાતે આવેલા શીતળા માતાના મંદિરે ભક્તિ ભાવ પૂર્વક આજે શીતળા તેરસની ઉજવણી કરવામાં આવી હતી.આ ધાર્મિક પ્રસંગે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.અને માં ના દર્શનનો લાભ લીધો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે , ભુજના હમીરસર તળાવ પાસે આવેલું શીતળા માતાનું મંદિર રાજાશાહી ના સમયમાં સ્થપાયેલું છે.અને આ મંદિર પૌરાણિક અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે .દર વર્ષની જેમ આ વર્ષે પણ શીતળા તેરસ નિમિતે અહીંયા મેળો ભરાયો હતો.અને નાના બાળકોથી માંડીને સૌ કોઈએ આ મેળાનો લાભ લીધો હતો.શીતળા તેરસ નિમિતે માતા ના દર્શન કરવા માટે આજે વહેલી સવાર થીજ મંદિર પરિસરમાં ભક્તોની ભીડ લાગી હતી.

અંતે નીલપરની યુવતીનો મૃતદેહ સ્વીકારાયો...

રાપર તાલુકાના નિલપર ગામે 7 જેટલા ગામનાજ કોળી શખ્સો દ્વારા અપાતા ત્રાસથી આપઘાત કરનાર રેખાબા નાનુભા જાડેજાનુ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર દરમીયાન મોત થયુ છે. આપઘાત કરી સારવાર માટે આવેલી રેખાબાનુ મરણોતર નિવેદન લેવાયુ ત્યારે તેને ગામના 7 અસામજીક તત્વો દ્વારા હેરાન કરાતા હોવાની ફરીયાદ કરી હતી. યુવતીના મોત બાદ પરિવાર અને સમાજમાં રોષની લાગણી છે. અને પરિવારે જ્યા સુધી 7 શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી ન થાય અને અસામાજીક તત્વોને છાવરનાર પોલિસ કર્મચારીઓ સામે કાર્યવાહી ન થાય ત્યા સુધી રેખાબા જાડેજાની લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.ત્યારે મૃતક ના પરિવારજનોને  અને  ક્ષત્રિય સમાજના આગેવાનોને પોલીસે હૈયાધારણા આપી છે.પોલીસે આ કેસના 7 આરોપીઓની જલ્દીથી ધરપકડ કરવાની  ખાતરી  આપી છે.આરોપીઓને પકડી પાડવાની પોલીસે હૈયાધારણા આપતા આખરે મૃતક ના પરિવારજનો અને સમાજના આગેવાનો એ મૃતદેહ નો સ્વીકાર કર્યો છે.