રાપર તાલુકાના નિલપર ગામે 7 જેટલા ગામનાજ કોળી શખ્સો દ્વારા અપાતા ત્રાસથી આપઘાત કરનાર રેખાબા નાનુભા જાડેજાનુ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર દરમીયાન મોત થયુ છે. આપઘાત કરી સારવાર માટે આવેલી રેખાબાનુ મરણોતર નિવેદન લેવાયુ ત્યારે તેને ગામના 7 અસામજીક તત્વો દ્વારા હેરાન કરાતા હોવાની ફરીયાદ કરી હતી. યુવતીના મોત બાદ પરિવાર અને સમાજમાં રોષની લાગણી છે. અને પરિવારે જ્યા સુધી 7 શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી ન થાય અને અસામાજીક તત્વોને છાવરનાર પોલિસ કર્મચારીઓ સામે કાર્યવાહી ન થાય ત્યા સુધી રેખાબા જાડેજાની લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.ત્યારે મૃતક ના પરિવારજનોને અને ક્ષત્રિય સમાજના આગેવાનોને પોલીસે હૈયાધારણા આપી છે.પોલીસે આ કેસના 7 આરોપીઓની જલ્દીથી ધરપકડ કરવાની ખાતરી આપી છે.આરોપીઓને પકડી પાડવાની પોલીસે હૈયાધારણા આપતા આખરે મૃતક ના પરિવારજનો અને સમાજના આગેવાનો એ મૃતદેહ નો સ્વીકાર કર્યો છે.
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ
Comments
Post a Comment