Skip to main content

Posts

Showing posts from April 12, 2018

નર્સિંગસ્ટાફ દ્વારા કલેકટરને આવેદન...

નર્સિંગ સ્ટાફ અને નર્સિંગ સ્ટુડન્ટસ દ્વારા આજે વિવિધ પડતર પ્રશ્નોની માંગણી સાથે રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.અને નર્સિંગ સ્ટાફને મળવા પાત્ર પગાર અને સુવિધા સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા મુજબ મળે તેવી માંગણી કરી હતી.તેમના જણાવ્યા અનુસાર, નર્સિંગ સ્ટાફને ઓછામાં ઓછો 20,000 પગાર મળવો જોઈએ , રહેવા જમવાની સુવિધા , પરિવહન ની સુવિધા , પ્રસુતિ વખતે 6 માસની પગાર સાથે રજા ,કામના કલાકો નિયત કરવા , સ્ટાઈપેડ માં વધારો,અને સ્ટાફનું શોષણ થતું બંધ કરવામાં આવે તેવી તેમણે કલેકટર સમક્ષ માંગણી કરી હતી.અને જો આ માંગો નહિ સંતોષાય તો આવતા મહીને ગુજરાતના તમામ સ્ટાફ નર્સો હડતાળ પર ઉતરીને વિરોધ નોંધાવસે. Advertisement

સંસદ ઠપ કરવાના વિરોદ્ધમાં ભાજપના પ્રતિક ઉપવાસ...

જિલ્લા મથક ભુજમાં આજે કચ્છ - મોરબીના સાંસદ શ્રી વિનોદ ભાઈ ચાવડાએ કોંગ્રેસ દ્વારા સંસદ ના બંને ગૃહ ઠપ્પ કરવાના વિરોધ માં ભુજ ના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે પ્રતીક ઉપવાસ કર્યા હતા.સાંસદે જણાવ્યું હતું કે, કોંગ્રેસ છેલ્લાં કેટલાંક સમયથી સમાજ ના વિવિધ વર્ગોને યેનેકેન રીતે ભડકાવી દેશને વર્ગવિગ્રહની આગમાં ધકેલીને રાજકીય  લાભ ખાટી લેવાના મલિન ઈરાદા સાથેની હિન કક્ષાની રાજનીતિ રમે છે. તેમજ લાંબા ગાળા સુધી સંસદના બંને ગૃહોને ના ચાલવા દઈને લોકશાહીનું નીચાજોણું કર્યું છે. કોંગ્રેસના આ બદઈરાદાઓને ખુલ્લાં પાડવા સાંસદ વિનોદ ચાવડાએ આજે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે સવારે 11થી 5 વાગ્યા સુધીના પ્રતીક અનશન કર્યા હતા.અનશન કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો, વિવિધ સેલ મોરચાના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. Advertise

ભાજપ સરકારના વિરુદ્ધમાં કોંગ્રેસનો વિરોધ...

રાષ્ટ્રીય સ્તરે જોવા મળતા વિરોધ ની અસર આજે ભુજમાં પણ જોવા મળી હતી. જિલ્લા મથક ભુજમાં આજે ભાજપની સરકાર ના વિરોધમાં કોંગ્રેસે પણ વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો.એક તરફ,ભુજના જ્યુબિલી સર્કલ પાસે ભાજપના સાંસદે ધરણા કર્યા છે.તેની વિરુદ્ધ ભુજના ઇન્દ્રાબાઈ પાર્ક પાસે જિલ્લા કોંગ્રેસે ભાજપની સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.પાણીની સમસ્યા,રોજગારીની સમસ્યા,મોંઘવારી,ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમણે સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો.અને ભાજપના સાંસદ દ્વારા કરવામાં આવેલા ધરણા ને હાઈટેક ધરણા ગણાવીને તેનો વિરોધ કર્યો હતો.આ વિરોધ પ્રદર્શન માં જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ,પદાધિકારીઓ અને કાર્યકરો જોડાયા હતા... Advertise