Skip to main content

નર્સિંગસ્ટાફ દ્વારા કલેકટરને આવેદન...

નર્સિંગ સ્ટાફ અને નર્સિંગ સ્ટુડન્ટસ દ્વારા આજે વિવિધ પડતર પ્રશ્નોની માંગણી સાથે રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.અને નર્સિંગ સ્ટાફને મળવા પાત્ર પગાર અને સુવિધા સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા મુજબ મળે તેવી માંગણી કરી હતી.તેમના જણાવ્યા અનુસાર, નર્સિંગ સ્ટાફને ઓછામાં ઓછો 20,000 પગાર મળવો જોઈએ , રહેવા જમવાની સુવિધા , પરિવહન ની સુવિધા , પ્રસુતિ વખતે 6 માસની પગાર સાથે રજા ,કામના કલાકો નિયત કરવા , સ્ટાઈપેડ માં વધારો,અને સ્ટાફનું શોષણ થતું બંધ કરવામાં આવે તેવી તેમણે કલેકટર સમક્ષ માંગણી કરી હતી.અને જો આ માંગો નહિ સંતોષાય તો આવતા મહીને ગુજરાતના તમામ સ્ટાફ નર્સો હડતાળ પર ઉતરીને વિરોધ નોંધાવસે.
Advertisement

Comments