ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે નવજાત બાળકોના મોત અંગે તપાસ કરવા રચાયેલી સમિતિએ હોસ્પિટલને કલીનચીટ આપી છે. કમિટી એવા તારણો પર આવી છે કે તમામ દર્દીઓની વ્યવસ્થા પ્રોટોકોલ મુજબ અને સ્ટાન્ડર્દ્દ માર્ગરેખાઓ પ્રમાણે કરવામાં આવી હતી. જી.કે. જનરલ હોસ્પિટલ ટર્શીયરી સેન્ટર હોવાના કારણે તથા GAIMS ને અન્ય હોસ્પિટલો દ્વારા નોંધપાત્ર સંખ્યામાં આવા કેસ રીફર કરવામાં આવે છે. આ કમિટીએ હોસ્પિટલના સ્ટાફ માટે તાલીમમાં સુધારો કરવા અંગે પણ ભલામણ કરી છે. (પ્રેસ રીપોર્ટ) GAIMSના મેડીકલ ડીરેક્ટર ડો. જ્ઞાનેશ્વર રાવ જણાવે છે કે "સમિતિએ અમારા વલણનો પુનરોચ્ચાર કર્યો છે તેનો અમને આનંદ છે. અમે સરકાર સાથે મળીને આ હોસ્પિટલમાં કવોલીફાઈડ સ્પેશ્યાલિસ્ટ ડોકટરોને આકર્ષવા અને જાળવવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું. અમારો વ્યાપક ઉદેશ્ય કચ્છના ગ્રામ્ય પ્રદેશના લોકોને ગુણવતાયુક્ત સારવાર પૂરી પાડવાનો છે." ડો. ભાગ્યેશ વ્યાસ-હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ, પેડીયાટ્રીક જામનગર, ડો. હિમાંશુ જોષી-હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ, પેડીયાટ્રીક ગાંધીનગર અને ડો. કમલ ગોસ્વામી-એડીશનલ પ્રોફેસર ઓફ ગાયનોકોલોજીસ્ટ, રાજકોટની બનેલી કમિટીએ તમામ નવજા...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ