ઉત્તર ભારતમાં ભયંકર ગરમીની વચ્ચે ચોમાસું કેરળ પહોંચી ગયું છે. મીટિરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, નક્કી તારીખ 1 જૂનના 3 દિવસ પહેલા જ કેરળમાં ચોમાસું આવી ગયું છે. તેની અસરથી કેરળ સહિત દક્ષિણના ઘણા રાજ્યોમાં વરસાદ શરૂ થઇ ગયો છે. આ ચોમાસું હવે તમિલનાડુ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 48 કલાકમાં તે મધ્ય અરબ એશિયા અને કેરળના બાકી બચેલા હિસ્સાઓને પણ કવર કરી લેશે.
હવામાન વિભાગે આ વખતે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન જાહેર કર્યું છે. દેશના ચોમાસાનું આગમન કેરળથી જ થાય છે. કેરળ પહોંચવાની નક્કી તારીખ 1 જૂન હતી. જોકે તેના બે દિવસ પહેલા જ કેરળ પહોંચવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. સ્કાયમેટના સીઇઓ જતીનસિંહે જણાવ્યું કે કેરળમાં ચોમાસાની સ્થિતિ સર્જાઇ છે અને એવું કહી શકાય કે વરસાદની ઋતુ આવી ગઇ છે. તમામ હવામાન કેન્દ્રો પર સતત બે દિવસથી વરસાદ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત હવાઓના આધારે પણ કહી શકાય કે વરસાદની ઋતુ આવી ગઇ છે. હવામાન વિભાગના એડિશનલ ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રા જણાવે છે કે, દક્ષિણ-પશ્ચિમ મોનસૂનના આગામી 24 કલાકમાં દક્ષિણ અરબ સાગર, કેરળના કેટલાક ભાગો, તમિલનાડુ, બંગાળની ખાડીના કેટલાક અન્ય હિસ્સાઓ, આંદામાન સાગરના કેટલાક વિસ્તારો સાથે જ આંદામાન નિકોબારમાં છવાઇ જવા માટે અનુકૂળ પરિસ્થિતિ છે.

![]() |
Advertisement |
Comments
Post a Comment