Skip to main content

Posts

Showing posts from July 3, 2018

કચ્છના ઐતિહાસિક લખપત કિલ્લા અને ગામને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવા રજૂઆત.

કચ્છની સરહદે આવેલ ઐતિહાસિક લખપત કિલ્લા અને લખપત ગામને રાષ્ટ્રીય ચેનલમાં એડ. ફિલ્મના માધ્યમથી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા લખપતના ઇતિહાસકાર ઓસમાણ નોતિયાર દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે કચ્છના પશ્ચિમ છેવાડે આવેલ લખપત ઐતિહાસિક અને વર્ષો જુનુ ગામ છે. હાલે ઇન્ટરનેટ પર લખપત ગામ વિશે મર્યાદિત માહિતી ઉપલબ્ધ છે. ગામની ઐતિહાસિક ધરોહરના ફોટાઓ, લેખો, વિવિધ બ્લોગ સ્ટોરી જોઇ અનેક પ્રવાસીઓ આ ઐતિહાસિક ગામની મુલાકાત લે છે. લખપત ગામમાં વિશાળ ઐતિહાસિક કિલ્લો જે 7 કિ. મી. ની ત્રીજીયામાં ફેલાયેલો છે. આ કિલ્લો ગુજરાતનો સૌથી મોટો કિલ્લો ગણાય છે.  ઉપરાંત હાટકેશ્વર મહાદેવ મંદિર અને સીદી સૈયદની ઝાડની જેમ લખપતમાં આવેલ શાહ અબુતુરાબ અને ગૌષ મોહમ્મદના મકબરા, ઐતિહાસિક ગુરૂદ્વારા, જોગેસ્વર મહાદેવ મંદિર વગેરે ઐતિહાસિક પ્રવાસન સ્થળો આવેલા છે. જો અમિતાબ બચ્ચન કે અન્ય જાણીતા એક્ટર દ્વારા ગુજરાત સરકાર લખપતની શુટીંગ કરાવી એડ ફિલ્મ બનાવી રાષ્ટ્રીય કક્ષાના ચેનલો પર પ્રસારિત કરવામાં આવે તો લખપતનું પ્રવાસન ક્ષેત્રે વિકાસ થશે. જેથી હજારો લોકોને રોજગારી મળશે અને સરકારને પણ ફાયદો થશે. લ

ભુજમાં આઇજી કચેરીની બહાર હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી.

ભુજ જિલ્લા ટ્રાફિક પોલીસ ધ્વારા હરિપર રોડ પર આવેલી કરછ બોર્ડર રેન્જ આઇજી ઓફિસની બહાર આઇજી ની સૂચનાથી હેલ્મેટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કચેરી માં 20 થી વધુ કર્મચારીઓ કામ કરે છે અને મોટા ભાગ ના હેલ્મેટ પહેરતા નથી આ બાબત આઇજી ના ધ્યાનમાં હોય તેમણે આ ડ્રાઇવ યોજના કરવાની સૂચના આપી હતી.આ ડ્રાઇવ યોજના ની સાથેજ  અનેક કર્મચારીઓએ હેલ્મેટ ખરીદી લીધા છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ :  125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા. મા ગૌશાળા:  દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર,  ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર  મા ડ્રિંકિંગ વોટર:  15 રૂપિયામાં 20 લીટર

રાપરના જૂના ત્રમ્બોથી ધાડધ્રો તરફ જતા માર્ગ પર કાર સળગીને ખાખ થઈ ગઈ.

રાપર તાલુકાનાં જૂના ત્રમ્બોથી ધાડધ્રો તરફ જતા માર્ગે જાણવા મળતી વિગતો અનુસાર નિસાન કંપનીની માઈક્રા કાર સળગીને ખાખ થઈ ગઈ છે. રાપરના આયોધ્યા પુરીમાં રહેતા કરમાલિક હર્ષદસિંહ વાઘેલાએ રાપર પોલીસને જણાવ્યુ કે તે કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે બોનેટમાથી ધુમાડો નીકળયો હતો અને તે કારમાથી બહાર નીકળયા ત્યાં સુધીમાં એન્જિનમાં ભડકો થઈ ગયો હતો. આ ઘટનાની તપસ રાપર પોલીસના હેડ કોન્સટેબલ માધાભાઈ ચૌધરી ચલાવી રહ્યા છે અને તેમણે જણાવ્યુ હતું કે,આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોઈ શકે છે.  Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ :  125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા. મા ગૌશાળા:  દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર,  ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર  મા ડ્રિંકિંગ વોટર:  15 રૂપિયામાં 20 લીટર

મુંદરા તાલુકાના વવાર ગામનો છ જિલ્લામાંથી તડીપાર આરોપીને પકડી પાડતી મુન્દ્રા પોલીસ.

પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગની સુચનાથી મુન્દ્રા પોલીસ સ્ટેશન દ્રારા પ્રોહીબીસન ના ગુનાઓમાં પકડાયેલ રામ ઉર્ફે મોજ કરશન ગઢવી રહે.વવાર તાલુકો મુન્દ્રા વાળા વિરુધ્ધ અત્રેથી હદપારી ની દરખાસ્ત તૈયાર કરી સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ મુન્દ્રા તરફ મોકલાવતા મજકુર ઇસમને કચ્છ,બનાસકાઠા,પાટણ,રાજકોટ,મોરબી,સુરેન્દ્રનગ૨ જીલ્લા માંથી એક વર્ષ માટે હદપાર કરવા અંગે સબ ડીવીઝન મેજીસ્ટેટ મુન્દ્રા ને હુકમ કરેલ હોઇ અને મજકુર ને હદપારી હુકમની બજવણી કરી છ જીલ્લા માંથી હદપાર કરવામાં આવેલ હોઇ જે મજકુર હદપાર હોવા છતાં મુન્દ્રા શકિતનગર ખાતે હોવાની હકિકત મળતા મજકુર ને મુન્દ્રા શકિતનગર ખાતેથી પકડી પાડી સબ ડીવીઝન મેજીસ્ટેટ મુન્દ્રા ના હદપારી ના હુકમ નો ભંગ કરેલ હોઇ મજકુર વિરુધ્ધ જી.પી.એકટ કલમ ૧૪૨ મુજબ ની કાર્યવાહી કરવામાં આવેલ છે.  અને મજકુર કેફી પીણુ પીધેલ મળી આવેલ હોઇ જે અંગે નો પણ કેસ કરવામાં આવેલ છે આ કામગીરી માં મુન્દ્રા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.ચૌહાણ સાથે સ્ટાફ ના એ.એસ.આઇ.નારણ રાઠોડ પોલીસ હેડ કોન્સટેબલ વાલાભાઇ ગોયલ,રવજીભાઇ બરાડીયા, પોલીસ કોન્સટેબલ ખોડુભા ચુડાસમા,જ

કચ્છમાં ર૦૧૯ની ચૂંટણીની તૈયારી શરૂ: મતદારોને જાગૃત કરવા સાક્ષરતા ક્લબો રચાશે.

૨૦૧૯ની લોકસભાની ચુંટણીને લઈ કચ્છ જિલ્લામાં ગઠન પામનારા મતદાર સાક્ષરતા કલબોમાં શાળા કક્ષાએ ધો.૯,૧૦,૧૧ અને ૧રના વિદ્યાર્થીઓને તેમના સ્તર અનુસાર ચૂંટણીલક્ષી સાહિત્ય દ્વારા માહિતી આપવામાં આવશે. તો ઈવીએમ સંબંધિત ફિલ્મો દર્શાવી, ઉપરાંત વિવિધ રમતો તેમજ કોયડાઓના માધ્યમથી જાગૃતિ ફેલાવવાનું આયોજન કરવામાં આવશે.આ અંગે સુત્રોએ જણાવ્યું હતું કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના પગલે ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ આરંભી દેવામાં આવ્યો છે.મતદાર જાગૃતિ કેળવવાના ભાગરૃપે કચ્છ જિલ્લામાં મતદાર સાક્ષરતા કલબોની રચના કરાશે.  કલબોની સંખ્યા અંગે હાલ આંકડાકીય માહિતીઓ એકત્રીત કરાઈ રહી છે. લોકશાહીમાં ચૂંટણીના મહાપર્વમાં કિશોર મતદાતા બની મતદાન અંગે સભાનતા કેળવે ઉપરાંત આગામી લોકસભા ચૂંટણી પૂર્વે મતદાર યાદીમાં નામની નોંધણી કરી શકે તે હેતુથી જિલ્લામાં ઠેર-ઠેર મતદાર સાક્ષરતા કલબનું ગઠન કરવામાં આવશે. પ્રાથમિક-માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોનો તેમાં સમાવેશ કરાશે. મતદાર સાક્ષરતા કબલના નોડેલ અિધકારી તરીકે શિક્ષકો તેમજ સભ્યો તરીકે વિદ્યાર્થી ફરજ બજાવશે.જ્ઞાાન સાથે ગમ્મત સ્વરૃપે તરૃણો તેમજ યુવાનોને ચૂંટણીલક્ષી પ્રવૃતિઓની આ ક

ભુજ- નાગોર- લોડાઇ રોડના કામમાં ગેરરીતિ થઇ રહી હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રીને રજૂઆત.

ભુજ- નાગોર- લોડાઇ રોડના કામમાં ગેરરીતિ તેમજ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યું હોવાનો આક્ષેપ RTI એકટીવીસ્ટ એચ. એસ. આહિર દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને કરવામાં આવેલ ફરિયાદમાં જણાવાયું છે કે આ રોડનું કામ ટેન્ડરની જોગવાઈઓ વિરુદ્ધમાં થઈ રહયું છે જેમા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાઇ રહયો છે. હાલમાં વાઇન્ડીંગનું કામ ચાલી રહ્યું છે તેમા ખોદાણ ઓછું કરવામાં આવ્યું છે. તેમાં વપરાઇ રહેલ મટીરીયલ જી. એસ. ડી મેટલ – વેટમીક્ષા નિયમ મુજબ મિક્ષડિઝાઇન પ્રમાણે કરવામાં આવતા નથી. તેમજ કામની એજન્સીએ નીચું ભાવ ભર્યો હોવાથી મન ફાવે તેમ તકલાદી કામ કરી રહી છે. માટે આ કામનું ગ્રેડેશન ચેક કરાવવામાં આવે તેવી માંગ કરાઈ છે.  રસ્તાના વાઈન્ડીંગના ખોદાણમાં કયોરીંગ અને ડ્રાય રોલીંગ વગર મેટલ પાથરવામાં આવી રહ્યું છે. ટેન્ડર મુજબ ડેનસીટી પણ ઓછી છે માટે તેની ડેનસીટી પણ માપવામાં આવે. આ બાબતે 12 જુનના આ કામના સંલગ્ન અધિકારીઓને વોટસએપના માધ્યમથી ફરિયાદ કરવામાં આવી હતી પણ અધિકારીઓએ કોઇ કાર્યવાહી કરી નથી. તેમજ ભુજ માર્ગ અને મકાન વિભાગની કચેરીએ અનેક ફરિયાદો કરવા છતા અધિકારીઓ દ્વારા કાર્યવાહી ન કરીને ભ્રષ્ટ