Skip to main content

કચ્છના ઐતિહાસિક લખપત કિલ્લા અને ગામને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવા રજૂઆત.

કચ્છની સરહદે આવેલ ઐતિહાસિક લખપત કિલ્લા અને લખપત ગામને રાષ્ટ્રીય ચેનલમાં એડ. ફિલ્મના માધ્યમથી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા લખપતના ઇતિહાસકાર ઓસમાણ નોતિયાર દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે કચ્છના પશ્ચિમ છેવાડે આવેલ લખપત ઐતિહાસિક અને વર્ષો જુનુ ગામ છે. હાલે ઇન્ટરનેટ પર લખપત ગામ વિશે મર્યાદિત માહિતી ઉપલબ્ધ છે. ગામની ઐતિહાસિક ધરોહરના ફોટાઓ, લેખો, વિવિધ બ્લોગ સ્ટોરી જોઇ અનેક પ્રવાસીઓ આ ઐતિહાસિક ગામની મુલાકાત લે છે. લખપત ગામમાં વિશાળ ઐતિહાસિક કિલ્લો જે 7 કિ. મી. ની ત્રીજીયામાં ફેલાયેલો છે. આ કિલ્લો ગુજરાતનો સૌથી મોટો કિલ્લો ગણાય છે. 

ઉપરાંત હાટકેશ્વર મહાદેવ મંદિર અને સીદી સૈયદની ઝાડની જેમ લખપતમાં આવેલ શાહ અબુતુરાબ અને ગૌષ મોહમ્મદના મકબરા, ઐતિહાસિક ગુરૂદ્વારા, જોગેસ્વર મહાદેવ મંદિર વગેરે ઐતિહાસિક પ્રવાસન સ્થળો આવેલા છે. જો અમિતાબ બચ્ચન કે અન્ય જાણીતા એક્ટર દ્વારા ગુજરાત સરકાર લખપતની શુટીંગ કરાવી એડ ફિલ્મ બનાવી રાષ્ટ્રીય કક્ષાના ચેનલો પર પ્રસારિત કરવામાં આવે તો લખપતનું પ્રવાસન ક્ષેત્રે વિકાસ થશે. જેથી હજારો લોકોને રોજગારી મળશે અને સરકારને પણ ફાયદો થશે. લખપતની સાથે સાથે આ એડમાં દેશ દેવી માં આશાપુરા માતાજી (માતાનોમઢ), પ્રાચીન નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ, સિયોતની ગુફાઓનું પણ સમાવિષ્ટ કરી પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરી શકાય છે. આ કાર્ય થકી ” સૌનો સાથ સૌનો વિકાસ” નો સુત્ર સાર્થક થશે અને લોકોને રોજગારી મળશે તેવી રજૂઆતમાં માંગ કરાઈ છે.

Android App - maa news
YouTube - maa news live
Fb page - maa news live page
Fb group: maa news live group
Twitter - @jaymalsinhB
Email - jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287 48643
97252 06127
CUG Number - 97252 06123 to 37
72260 06124 to 33

મા ડ્રાઈવીંગ સ્કૂલ : 
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.

મા ગૌશાળા: 
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર, 
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર 

મા ડ્રિંકિંગ વોટર: 
15 રૂપિયામાં 20 લીટર

Comments

  1. લખપતના ખુબ જ મહત્વના સમાચાર પ્રસિદ્ધ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
    માં આશાપુરા ન્યુઝ હંમેશ આવા સમાચારો ને વેગ આપવા તત્પર રહ્યુ છે એ નોંધનીય છે.
    આભાર.
    લિયાકતઅલી ઓ. નોતિયાર
    લખપત કચ્છ.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv