વિશાલ ગોસ્વામી પર ભુજની બેન્ક ઑફ ઈન્ડિયા અને અમદાવાદના વટવાની અમદાવાદ ડિસ્ટ્રીક્ટ બેન્કના લૂંટ કેસ ઉપરાંત વિવિધ જ્વેલર્સ પેઢીઓ પર લૂંટ, ચાર મર્ડર, ખંડણી માગવા સહિતના સંખ્યાબંધ ગુનાઓ ચોપડે ચઢેલાં છે. 5મી મે 2012નાં રોજ વિશાલ ગોસ્વામીએ તેની સાથેના બે સાગરિતો સાથે મળી બંદુકના જોરે અમદાવાદના વેજલપુરમાં આવેલી મુથુટ ફાઈનાન્સની ઑફિસમાં લૂંટનો પ્રયાસ કર્યો હતો પણ તે નિષ્ફળ રહ્યો હતો કેમ કે એક સતર્ક કર્મચારીએ તુરંત જ એલાર્મ બેલ વગાડી દેતાં ભયભીત બનેલા વિશાલ અને તેના સાગરિતો લૂંટ કર્યાં વિના જ નાસી છૂટ્યા હતા. મુથુટ ફાઈનાન્સની ઓફીસમાં લુંટના કેસમાં પોલીસે તેની વિરૂધ્ધ ગુનાહિત ષડયંત્ર, લૂંટ અને ધાડ અને આર્મ્સ એક્ટ હેઠળ ચાર્જશીટ ફાઈલ કરી હતી. પરંતુ, પોલીસ પૂરાવા આપવામાં નિષ્ફળ રહેતાં અમદાવાદના એડિશનલ સેશન્સ જજ નીપા રાવલે વિશાલ અને તેના બે સાગરિતોને નિર્દોષ જાહેર કર્યાં છે. પોલીસથી નાસતાં ફરતાં વિશાલ ગોસ્વામીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2015માં મથુરાથી ઝડપ્યો હતો. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news liv...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ