Skip to main content

Posts

Showing posts from May 30, 2018

ભુજની લાલન કોલેજ ખાતેના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા યુવકે ગળેફાંસો ખાઈ આયખું ટુકાવ્યુ..

જાણવા મળતી પ્રાથમિક માહિતી અનુસાર ભુજ ખાતે આવેલી લાલન કોલેજમાં નોકરી કરતા સુરેશભાઈ આમાર નો પુત્ર દિવ્યેશ આમાર ગળેફાંસો ખાઈને મોત ને વ્હાલું કર્યું હતું. પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે આજે એટલે કે તા. ૩૦-૫-૧૮ ના બપોરના ૨:૩૦ વાગ્યાના અરસામાં આ ૨૪ વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર ઘર માં જ સીલીંગ ફેન સાથે ગળેફાંસો ખાઈ લીધો હતો. મૃતક યુવક છેલ્લા થોડા સમય થી ગુમસુમ રહેતો હતો. કોઈક માનસિક તનાવને લીધે યુવકે આ પગલું ભર્યું હોય તેવું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. આ ઘટના અંગે ભુજ એ-ડીવીઝન પોલીસ તપાસ ચલાવી રહી છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

મુન્દ્રાના રામાણીયાના યુવકની તેના જ પિતરાઈ ભાઈ એ છરી મારી ને કરી હત્યા..

જાણવા મળતી માહિતી મુજબ મુન્દ્રા તાલુકાના રામાણીયા ખાતે એક યુવક ની કરપીણ હત્યા નીપજાવી દેવાઈ છે. મુન્દ્રાના રામાણીયાના મફતનગર ખાતે રહેતા મૃતક મુકીમ ને તેના જ પિતરાઈ ભાઈ અબ્બાસ ઈસ્માઈલ સમા ઉ.વ. ૨૫ એ તેના પીઠના ભાગે છરી વડે ગંભીર ઘા ઝીંકતા મુકીમ ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો જેને તાત્કાલિક ભુજ ખાતે ની જી.કે. જનરલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે મુકીમ ને આ ઘટના વિષે પૂછતા તેને કહ્યું હતું કે આ જીવલેણ હુમલો તેના પિતરાઈ ભાઈ એવા નાના ભાઈ અબ્બાસ ઈસ્માઈલ સમા એ કર્યો હતો. ત્યારબાદ સારવાર દરમ્યાન જી.કે. ખાતે ફરજ પર ના ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. અબ્બાસ અને મૃતક મુકીમ બંને પિતરાઈ ભાઈ હતા અને બંને ના પિતાઓ વચ્ચેના સંબંધ થોડા સમય થી વણસેલા હતા અને અબ્બાસ તેના પિતાના કહ્યા માં પણ નહોતો એવું પણ જાણવા મળેલ છે. આ અંગે પોલીસે વધુ તપાસ આગળ ધપાવી છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / g

સુરજબારી પુલ પાસે સર્જાયો ગંભીર અકસ્માત : ડમ્પરચાલકનું થયું મોત..

મળતી માહિતી અનુસાર ગત મધરાત્રે સૂરજબારી પુલ પાસે અકસ્માત સર્જાયો હતો. આ પુલ નજીક આર.જે. 52 જીએ 3792 નંબરનું ટ્રેલર ઉભું હતું ત્યારે જીજે 12 બીવી 7644 નંબરના ડમ્પરચાલકે તેનું વાહન પાછળથી અથડાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનામાં ડમ્પરચાલકનો પગ કેબિનમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો. આ ઘટના અંગે જાણ થતાં 108 ઘટના સ્થળે પહોચી ગઈ હતી. ૧૦૮ ના સ્ટાફ અને અન્ય લોકોએ મહામહેનતે ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. જો કે, તેનો પગ ડમ્પરમાં ફસાયેલો રહી ગયો હતો. વધુ પ્રમાણમાં લોહી વહી જતાં ડ્રાઈવરનો પગ લીધા વગર જ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાતો હતો પરંતુ તેણે રસ્તામાં જ દમ તોડી દીધો હતો. મૃતક ડ્રાઈવરનું નામ મનજીભાઈ સોમાભાઈ રબારી (આલ) હોવાનું અને તે રાપરના મોવાણા ગામનો રહીશ હોવાનું જાણવા મળ્યું છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjade

ગાંધીધામ ના પડાણા નજીક થયેલ અકસ્માતમાં એકનું મોત, ૮ લોકો ઘાયલ..

ગાંધીધામના પડાણા પાસે અવારનવાર ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે ગત સાંજે છ વાગ્યાના અરસામાં અહી મજુરોને લઈ જતી બોલેરો જીપને એક બેફામ આવતા ટ્રેલરે પાછળ થી જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ જીવલેણ દુર્ઘટનામાં મજૂરોને લઈ જતી બોલેરો જીપના જીપચાલક ભરતભાઈ લક્ષ્મણભાઈ પરમાર (ઉ.વ.27, રહે. અંતરજાળ)નું ગંભીર ઈજાઓથી મોત નીપજ્યું હતું. તેમજ તેમાં સવાર પ્રવાસીઓને નાની-મોટી ઈજા પહોંચી હતી. આ દુર્ઘટનામાં કાયાભાઈ હીરા સોલંકી, બાબુભાઈ ભોજાભાઈ કાંઠેચા, કાનજી ગોવિંદ મ્યાત્રા, નામના પ્રવાસી સહિત આઠેક જણ ઘવાયાં હતા. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

બે દિવસીય રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલ : બેંક કર્મચારીઓની હડતાળના કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલી..

આખા ભારતમાં બે દિવસીય બેંકોની રાષ્ટ્રીવ્યાપી હડતાળના લીધે કચ્છ જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકો આજથી બે દિવસ માટે બંધ રહેતાં કરોડોના વ્યવહારો ખોરવાયા હતા, ખાસ કરીને મહિનાની અંતિમ તારીખો ચાલતી હોય અને પગારનો સમય નજીક હોવાથી સામાન્ય લોકો ઘણીજ મુશ્કેલીમાં મુકાયા છે. બેન્ક કર્મીઓ દ્વારા પગાર વધારા સહિતની માંગણીઓને લઇને કર્મચારી યુનિયને આપેલા હડતાળના એલાનમાં કર્મચારીઓ જોડાતા લોકોને ભારે મુશ્કેલી થઈ હતી. આ હડતાળમાં કચ્છ જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ જોડાયા છે. ત્યારે રાષ્ટ્રીયકૃત સિવાયની ખાનગી અને સહકારી બેંકોમાં કામગીરી રાબેતા મુજબ ચાલી રહી હતી. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com