સમલૈંગિકતા હવે ગુનો નથી, સુપ્રિમ કોર્ટે આ કેસમાં મોટો ચૂકાદો આપ્યો છે. આ સાથે કોર્ટે સમલૈંગિકતાને ગુનો માનતી આઈપીસીની કલમ 377 હેઠળ કેટલીક જોગવાઈઓને ગેરસકાયદેસર માની છે. કોર્ટે કહ્યુ કે પ્રાઈવસીનો અધિકાર મૌલિક અધિકાર છે. દેશમાં બધાને સમાનતાનો અધિકાર છે. દેશમાં બધાને સમ્માન સાથે જીવવાનો અધિકાર છે. સમાજે પોતાના વિચારો બદલવાની જરૂર છે. જૂની ધારણાઓ છોડવી પડશે. જો કે કોર્ટે પશુઓ સાથેના સંબંધને ગુનાની શ્રેણીમાં મૂક્યા છે. કોર્ટે કહ્યુ કે બે સગીરો વચ્ચે એકબીજાની સંમતિથી બનેલા સંબંધ કોઈના માટે નુકશાનકારક નથી. તે બે લોકો વચ્ચે એકબીજાની સંમતિની બાબત છે. માટે હવે કલમ 377 સમલૈંગિકતા હવે ગુનો નથી. સુપ્રિમ કોર્ટે આ ચૂકાદા સાથે ડિસેમ્બર 2013 ના રોજ સંભળાવાયેલા પોતાના ચૂકાદાને જ પલટાવી દીધો છે. સીજેઆઈ દીપક મિશ્રા સાથે જસ્ટીસ આરએફ નરિમન, જસ્ટીસ એએમ ખાનવિલકર, જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રાની બંધારણીય ખંડપીઠે 10 જુલાઈના રોજ સુનાવણી શરૂ કરી હતી અને 17 જુલાઈના રોજ આના પર ચૂકાદો સુરક્ષિત રાખ્યો હતો.. સુપ્રિમ કોર્ટે કહ્યુ કે જીવનનો અધિકાર માનવીય અધિકાર છે. આ અધિકાર વિના બીજા અધિકારો...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ