🖋 આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ૩૧ જાન્યુઆરી નાં ૭૭ મિનિટ સુધી લોકોએ નિહાળ્યું . જાન્યુઆરીની 31 તારીખે 2018 વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ શરૂ થઈ ગયું છે. આ વર્ષે પાંચ ગ્રહણ થશે, જેમાંથી 3 સુર્ય ગ્રગણ અને 2 ચંદ્રગ્રહણ છે. પહેલું ચંદ્રગ્રહણ 31મી તારીખે થશે, જે કુલ 77 મિનિટ ચાલશે. આ ચંદ્રગ્રહણ સાંજે 5.58 મિનિટે શરૂ થશે, જે રાતના 8.41 સુધી ચાલશે. ચંદ્રગ્રહણ લાઈવ જોવા લિંક ઉપર ક્લિક કરો https://youtu.be/wwMDvPCGeE0 માનવામાં આવી રહ્યું છે કે આ સમય દરમિયાન કોઈ કામ કરવું જોઈએ નહીં તેવી અનેક માન્યતાઓ છે , ચંદ્રગ્રહણ આમ તો વૈજ્ઞાનિક બાબત છે , પણ એમાં શાસ્ત્રો ની પણ અનેક માન્યતાઓ છે , અને એમાં પણ સૂક્ષ્મ રીતે વૈજ્ઞાનિક બાબતો છુપાયેલી છે , ગ્રહણ સમયે સ્વામિનારાયણ અને અનેક સંપ્રદાય માં ભજન કીર્તન , ગ્રહણ દરમિયાન કોઈ ચીજવસ્તુઓ ને ના અડકવી , ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કરીને જ ભોજન લેવું જેવી અનેક પરમ્પરા જોવા મળે છે. ( ભુજ શ્રી સ્વામીનારાયણ મંદિરમાં સાંખ્ય યોગી બહેનો અને અનુયાયી બહેનો ચંદ્રગ્રહણ દરમિયાન સત્સંગ માં મગ્ન જોવા મળે છે. ) ચંદ્રગ્રહણ વિશે જાણીએ...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ