🖋 ચોર બન્યા બેફામ , સીસીટીવી સામે ચોરીનો પ્રયાસ
![]() |
(સીસીટીવી કેમેરા સામે ચોર બન્યા બેફામ) |
આજકાલ ચોર પણ હોશિયાર અને નિર્ભય બની ગયા છે, હોશિયાર એટલેકે ,ચોરી કરતી વખતે ખૂબ જ સાવધાની પૂર્વક ચોરી કરવી , જો સીસીટીવી કેમેરા લાગેલાં હોય તો પણ એની સામે બિન્ધાસ્ત બુકાની બાંધી ચોરીને અંજામ આપી રહયા છે આજકાલના ચોર.
( જુઓ વિડિઓ )
બીજું આજનાં ચોર નિર્ભય પણ બન્યાં છે , કારણ પોલીસ પકડી શકશે નહીં એવો આત્મવિશ્વાસ આજનાં ચોરમાં જોવા મળી રહ્યો છે, અને જો પકડાઈ પણ ગયા તો ક્યાં કોઈ મોટી સજા થવાની છે , આમ હવે કાયદામાં પણ આજનાં ચોરની માસ્ટરી દેખાઈ રહી છે.
( જુઓ વિડિઓ )
આજનો બનાવ જોતાં આપ પણ દંગ રહી જશો , બનાવ છે ૩૧.૧ .૨૦૧૮ નો , સમય છે રાત્રે ૩ વાગ્યાનો , સ્થળ છે ભુજ ભચાઉ હાઈવે ઉપર લાખોન્દ ચોકડી પાસે આવેલ યદુનંદન કોમ્પલેક્ષ ની , આ કોમ્પલેક્ષમાં ૩ ચોર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે , ખુબજ ચાલાક અને કાયદાની સહેજે બીક જોવા નથી મળતી તેવા ચોર હાથમાં ટામી , તલવાર , ધોકા , લાકડી સાથે જોવા મળે છે ,
અચાનક એક ચોરની નજર લાગેલાં સીસીટીવી કેમેરા ઉપર પડતાં ધોકા અને તલવારથી કેમેરા તોડી નાખ્યા હતા.
( જુઓ વિડિઓ )
હવે જોવાનું એ રહ્યું કે પોલીસનાં ગાલ ઉપર તમાચો મારનાર આ બેફામ, નિર્ભય અને ચતુર ચોરને પોલીસ પકડી પાડે છે કે કેમ , કે પછી ટૂંક સમયમાં કોઈ નવી ચોરી નાં સમાચાર સાંભળવા મળશે?.
Comments
Post a Comment