Skip to main content

Posts

Showing posts from February 7, 2018

ટ્રિપલ તલાકમાં કોંગ્રેસની બેટિંગ ઘોંઘાટભરી : મોદી

🖋 ટ્રીપલ તલાક કાયદામાં પરિવર્તન માટે કૉંગ્રેસે ઘોંઘાટીભરી બેટિંગ કરી છે : વડાપ્રધાન ( રાજ્યસભામાં કોંગ્રેસ ઉપર ચાબખા મારતાં મોદી ) ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ટ્રીપલ તલાક વિધેયક પર કૉંગ્રેસને કહ્યું હતું કે, જ્યારે વિપક્ષની પાર્ટી સ્વચ્છ ભારત અને મેક ઈન ઇન્ડિયા જેવી સરકારી નીતિઓને ઠપકો આપી શકે છે, ત્યારે રાજકારણ કરતાં સ્ત્રીઓને સશક્તિકરણ આપવું જોઈએ. મોદીએ કોંગ્રેસને પૂછ્યું કે છેલ્લાં 60 વર્ષમાં ટ્રિપલ તલાક બિલને લાવવામાં કોંગ્રેસ પક્ષે શું કર્યું ? રાજ્યસભામાં આજે પીએમ મોદીએ અનેક મુદ્દાને સ્પર્શ કર્યા હતા , જુઓ આજની એમની પુરી સ્પીચ , જોવા માટે જૂઓ video :   કાયદો પસાર કરવા માટે વિરોધનો સહકાર માંગ્યો, અને હજુ સુધી રાજ્ય સભામાં કોંગ્રેસે ટ્રિપલ તલાકનાં કાયદાને મંજૂર કરવામાં રસ દાખવ્યો નથી . Video : કચ્છમાં બહોળો ફેલાવો ધરાવતી 24 x 7 મા આશાપુરા ન્યુઝ ચેનલ .  "ટ્રીપલ તલાક કાયદામાં પરિવર્તન માટે કૉંગ્રેસે ઘોંઘાટીભરી બેટિંગ કરી છે. જો તમને ટ્રીપલ તલાક બિલમાં ફેરફારો લાવવામાં કોંગ્રેસ ની નીતિ યોગ્ય નથી એવું પીએમ કહ્યું , એમણે કોંગ્રેસ ને પ્રશ્ન પૂછ્યો કે

ભુજમાં યુવક ૧૬ વર્ષની સગીરાને નશાળી ગયો અને એજ સગીરા એ પોલીસમાં નોંધાવી ૩૭૬ ની કલમ તળે ફરીયાદ..

સગીરાની મેડીકલ તપાસ માટે ભુજ ખાતેની જી.કે. જનરલ ખાતે લઇ જવામાં આવી છે.. ભુજ શહેર એ-ડિવીઝન પોલીસ મથકે થી મળતી માહિતી અનુસાર તા. ૨-૨-૧૮ ના રોજ આશાપુરા નગર ભુજ થી અશોક મહેશ જોગી અને તેની ૧૬ વર્ષીય પ્રેમિકા નાશી છૂટ્યા હતા. ફરિયાદી મામદ ઈબ્રાહીમ જતે તા. ૪-૨-૧૮ ના એ-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને આજે માહિતી આપતા કહ્યું હતું કે તેમની દીકરીને આ શખ્સ લગ્ન કરવાના ઈરાદે ભગાડી ગયો હતો. અશોક મહેશ જોગીની ફાઈલ તસ્વીર પોલીસે બન્ને ની શોધખોળ ચાલુ કરી હતી અને તા. ૬-૨-૧૮ ના રોજ બન્ને જણા મળી આવેલ હોઈ પોલીસે સગીર યુવતી ની પુછતાછ કરતા તેણી એ જણાવ્યું હતું કે મારી સાથે બળાત્કાર થયો છે જેની તપાસ માટે ભુજ ખાતે ની જી.કે. જનરલ ખાતે મેડીકલ ટેસ્ટ માટે સગીરાને મોકલી દેવામાં આવેલ છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે..

આજનું રાશિ ભવિષ્ય : બુધવાર , 7 ફેબ્રુઆરી.

🖋 દૈનિક રાશી ભવિષ્ય Wednesday, February 7, 2018 આજનું રાશિફળ , શું છે તક અને શું છે આફત ? નમસ્કાર , આપ સૌ મિત્રોની અંદર બિરાજમાન પરમાત્મા ને પ્રણામ , મિત્રો એક વાત સ્પષ્ટ છે કે પરિસ્થિતિ ક્યારે પણ આપણાં હાથમાં નથી , એટલે પરિસ્થિતિ ને બદલવાની આપાધાપીમાં વર્તમાનની ક્ષણને બરબાદ કરવા કરતાં મનસ્થીતી બદલવાની શરૂઆત આજથી જ , હમણાંથી જ કરીએ. હવે જોઈએ આજનું આપનું ભવિષ્ય . મેષ રાશી ભવિષ્ય મેષ રાશી ભવિષ્ય (Wednesday, February 7, 2018) ધાર્મિક લાગણી ઊભી થશે અને તેનાથી તમે કોઈક સંતપુરૂષ પાસેથી દૈવી જ્ઞાન મેળવવા કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે. તમારૂં ખુશમિજાજ વર્તન પારિવારિક જીવનને પ્રબુદ્ધ બનાવશે. આવું ઈમાનદાર સ્મિત ધરાવનારનો સામનો બહુ ઓછા લોકો કરી શકે છે. તમારૂં પ્રિયપાત્ર તમારી પાસેથી ભેટ-સોગાદો ઉપરાંત તમારા સમયની પણ અપેક્ષા રાખશે. તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈભર્યા રહો-તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણા