તંત્રી લેખ જાગો ગ્રાહક જાગો : હવે વીજકાપનો ઝાટકો વિજકંપનીને ભારતમાં ગ્રાહક સુરક્ષા અને ગ્રાહકનાં અધિકારો માટે પહોળા માર્ગો છે , પણ વર્ષોથી શોષણ માટે ટેવાઈ ગયેલો ભારતનો નાગરિક એટલે કે ગ્રાહક પોતાનાં અધિકાર વિશે જ અભાન જોવા મળે છે, ભારતનું ન્યાયાલય પણ સમયાંતરે ગ્રાહક ને જાગૃત કરે છે અને પોતાનાં હક્ક અને અધિકાર વિશે જાણ કરે છે કે જ્યારે ગ્રાહક કોઈ પણ સુવિધા કે ચીજ વસ્તુ ખરીદી કરે છે ત્યારે ગ્રાહક એને પામી કે માણી શકે છે , અને એની વચ્ચે જો વ્યાપારી કે સુવિધા કે સેવા પૂરી પાડનાર કંપની જો ખરી ના ઉતરે તો ગ્રાહક પોતાનાં અધિકાર માટે લડી શકે છે . આ જ મુદ્દે વાત કરીએ વીજળી ની , લાઇટની તો ઘર કે ઓફિસમાં ઘણીવાર વીજ પુરવઠો ખોરવાય ત્યારે આપણે માત્ર જે માત્ર વીજળી કયારે આવશે એની રાહ જોવા સિવાય કંઈ નથી કરતાં અથવા તો કઈ નથી કરી શકતા , પણ હવે એવું નહીં થાય.. હવે કેન્દ્ર સરકાર એવો નિયમ બનાવવા પર વિચાર કરી રહી છે કે જે લાગુ થયા બાદ વીજળી પૂરી પાડતી કંપનીઓ જો સપ્લાયમાં કાપ મૂકશે તો ઝાટકો એટકે કે શોક વિજકંપનીને લાગશે , પીજીવીસીએલ કે જેતે વિજકંપની ઉપર પર ગાળીયો કસાશે. પ્રાપ્ત માહિતી અનુ...