ત્રણ તલાક : મોદી સરકારને તારશે કે ડૂબાળશે ?
ઓછામાં ઓછા ડઝન ભાજપની સરકારવાળા રાજયોએ બિલને સમર્થન કર્યું છે. જોકે, તામિલનાડુની સતામાં બેઠેલી NDAની સહયોગી ટીડીપીને પણ બિલમાં ટ્રિપલ તલાકમાં ગુનાની જોગવાઈ સામે વાંધો છે.હવે જોવાનું એ રહ્યું કે તીન તલાક નો મુદ્દો મોદી સરકારને જશ અપાવે છે કે અપજશ, વિચાર શ્રેષ્ઠ છે પણ મુસ્લિમ મહિલાઓ શું વિચારે છે એ વિચાર હાલ કરવો વહેલો ઘણાશે , પણ એક વાત છે કે અમુક મુસ્લિમ મહિલાઓ મોદી ના આ ફેંસલાને આવકાર પણ આપ્યો છે.
મોદી સરકાર રાજ્યસભામાં પાસ ન થવા છતાં વટહુકમ લાવીને તેને ગુનાહિત જાહેર કરી શકે છે સરકાર
લોકસભાની ચૂંટણી 2019માં આવી રહી છે પણ એ પહેલાં લઘુમતી સમાજ માટે ટ્રિપલ તલાકને લઈને ક્યાંક સ્વીકાર્ય અને ક્યાંક અસ્વીકાર્ય સ્થિતિ જોવા મળી છે , વાત છે ત્રણ તલાક ની , એકવારમાં ત્રણ તલાક (તલાક-એ-બિદ્દત) પર રોક લગાવવાવાળા બિલને રાજયસભામાં પાસ કરાવવામાં સફળ ન રહેલી સરકાર હવે બીજા રસ્તા પર ધ્યાન આપી રહી છે.
મોદી સરકાર એકવારમાં ત્રણ તલાકને ગુનો જાહેર કરવા માટે તેના પર વટહુકમ લાવવા પર વિચાર કરી રહી છે. સૂત્રના જણાવ્યા પ્રમાણે સરકાર ટ્રિપલ તલાકના તમામ ઓપરેશન પર નજર રાખી રહી છે. આ ક્રમમાં સંસદના બજેટ સત્ર દરમિયાન તેના પર વટહુકમ લાવવા પર પણ વિચાર કરી રહી છે. બજેટ સત્રમાં જોઈન્ટ સેશનમાં વટહુકમ લાવીને સરકાર રાજયસભામાં પાસ ન થવા છતાં તેને ગુનાઈત જાહેર કરી શકે છે. નોંધનીય છે કે, વિપક્ષે ટ્રિપલ તલાક બિલને સિલેકટ કમિટીમાં મોકલવાની માંગ કરીને તેને રાજયસભામાં પાસ ન થવા દીધું. શિયાળું સત્ર દરમિયાન મોદી સરકારે ટ્રિપલ તલાકને ગુનાઈત જાહેર કરતા બિલને લોકસભામાં સરળતાથી પાસ કરાવી દીધું હતું. જોકે, બિલમાં ત્રણ તલાક ગુનો ગણવા પર વિપક્ષે વાંધો ઉઠાવ્યો છે અને તેના કારણે રાજયસભામાં બિલ પાસ થઈ શકયું નથી. બિલમાં ગુનાની જોગવાઈ પર ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને કેટલાક મહિલા સંગઠનોએ પણ વાંધો ઉઠાવ્યો છે. બિલમાં ટ્રિપલ તલાકને એક ગંભીર અને બીનજામીન પાત્ર ગુનો જાહેર કરીને ત્રણ તલાકની સજાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.
ઓછામાં ઓછા ડઝન ભાજપની સરકારવાળા રાજયોએ બિલને સમર્થન કર્યું છે. જોકે, તામિલનાડુની સતામાં બેઠેલી NDAની સહયોગી ટીડીપીને પણ બિલમાં ટ્રિપલ તલાકમાં ગુનાની જોગવાઈ સામે વાંધો છે.હવે જોવાનું એ રહ્યું કે તીન તલાક નો મુદ્દો મોદી સરકારને જશ અપાવે છે કે અપજશ, વિચાર શ્રેષ્ઠ છે પણ મુસ્લિમ મહિલાઓ શું વિચારે છે એ વિચાર હાલ કરવો વહેલો ઘણાશે , પણ એક વાત છે કે અમુક મુસ્લિમ મહિલાઓ મોદી ના આ ફેંસલાને આવકાર પણ આપ્યો છે.
- મા આશાપુરા ન્યુઝ
૯૪૨૮૭૪૮૬૪૩
૯૭૨૫૨૦૬૧૨૩ - ૩૭
૭૨૨૬૦૦૬૧૨૪ - ૩૩
Youtube : maa news live
Android app : maa news
Blog : maanewslive.blogspot.com
Comments
Post a Comment