Skip to main content

Posts

Showing posts from January 10, 2018

LLDC: ૪ દિવસીય કચ્‍છી લોક સંસ્‍કૃતિ મેળો ખુલ્‍લો મૂકાયો

LLDC દ્વારા ૪ દિવસીય કચ્‍છી લોક સંસ્‍કૃતિ મેળો ખુલ્‍લો મૂકાયો કચ્‍છભરના કસબી કારીગરો, હસ્‍તકળા પ્રેમીઓ બહોળી સંખ્‍યામાં રહયા ઉપસ્‍થિત ભુજ, બુધવારઃ     કચ્‍છની લોકકળા અને ભાતીગળ સંસ્‍કૃતિને ઉજાગર કરવા સાથે કારીગરોનાં હાથના કસબને રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય ઓળખ આપનારના ઉદેશથી સ્‍થાપિત લીવીંગ એન્‍ડ લર્નિગ ડિઝાઇન સેન્‍ટર (LLDC)  દ્વારા આજે અજરખપુર ખાતે કચ્‍છી લોક સંસ્‍કૃતિ મેળો-૨૦૧૮ને મહાનુભાવો દ્વારા ખુલ્‍લો મૂકાયો હતો. LLDCમાં ચાર દિવસીય ફોક ફેસ્‍ટિવલ-૨૦૧૮માં કચ્‍છી કળા, કારીગરોની ચીજવસ્‍તુઓનું નિદર્શન અને વેચાણનું પણ આયોજન કરાયું છે. સાથો સાથ કચ્‍છની લોકસંસ્‍કૃતિ તેમજ લોકનૃત્‍યને પણ મુલાકાતીઓ માણી શકે છે.     કચ્‍છની બધી કળાનું એકજ સ્‍થળે પ્‍લેટફોર્મ પુરુ પાડવાનું આયોજન કરી LLDC દ્વારા કારીગરોની કળાને ઉજાગર કરવાની સાથે કારીગરો દ્વારા ઉત્‍પાદિત થતી ચીજવસ્‍તુઓને માર્કેટિંગ માટેનું પ્‍લેટફોર્મ પુરું પાડવા માટે ફોક ફેસ્‍ટિવલ-૨૦૧૮નું આયોજન કરાયાનું પણ જણાવ્‍યું હતું.     આ પ્રસંગે કચ્‍છ યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સલર સી.બી. જાડેજા, કચ્‍છમિત્રના પૂર્વ મંત્રીશ્રી કીર્તિભાઇ ખત્રી

સાવધાન : પોલીસ નાં નામે કોઈ છેતરી શકે છે આપને

Alert પોલીસ નાં નામે કોઈ છેતરે તો છેતરાશો નહીં : કચ્છ પોલીસ આથી તમામ કચ્છના લોકો ને પશ્શ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની જાહેર લોકોને જાણ કરી વિનંતી છે કે કોઈ લોકો પોલીસના નામે દર દાગીના ઉતરાવવા વિનંતી કરે તો કોઈ પણ એ દાગીના ઉતારવા નહિ અને આ બાબતે તાત્કાલિક ભુજ શહેર એ ડિવિઝન બી ડિવિઝન પો.સ્ટે અથવા કંટ્રોલ રૂમ ભુજ નો સંપર્ક કરવો

દૂન પબ્લિક સ્કૂલમાં ફી વધારે

દૂન પબ્લિક સ્કૂલમાં ફી વધારે

ભુજ બી-ડિવીઝન પોલીસ ચોકી સામે ની જ દુકાને થઇ ચોરી..

જાણવા મળતી માહિતી અનુસાર ભુજ શહેરના બી-ડિવીઝન પોલીસ મથકની પાસે આવેલ દુકાન માં ચોરીની ઘટના બની હતી. અહી આવેલી ખોળ-ભુંસા ની દુકાન માંથી તસ્કરો ચોરી કરી ગયેલા હતા. અગાઉ પણ આ જ દુકાન માં ચોરી નો બનાવ બન્યો હતો અને હાલ ફરી ચોરી થતા દુકાન માલિકે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી છે. દુકાન માલિકના જણાવ્યા અનુસાર તેમની દુકાન માંથી રોકડ રૂ. ૧૦,૦૦૦ ની ચોરી થઇ છે. પોલીસ સ્ટેશન પાસે જ આવેલી દુકાન માંથી ચોરીની ઘટના બનતા લોકો પોલીસ ની ધાક સામે આંગળી ચીંધી રહ્યા છે. અહેવાલ અને તસ્વીર કિરણ ગોરી

કપડાં જાતીય શોષણ માટે જવાબદાર નથી

ફિટકાર અમુક પ્રકારનાં કપડાં પહેરવાથી જાતીય શોષણ થાય છે એવું માનનારા લોકોને તમાચો અમુક પ્રકારનાં કપડાં પહેરવાથી જાતીય શોષણ થાય છે એવું માનનારા લોકોને તમાચો કુછ તો લોગ કહેંગે , લોગો કા કામ હૈ કહેના, ફિલ્મનું આ ગીત એટલુંજ સાચું છે જેટલી અમુક લોકોની નિમ્ન માનસિકતા , અમુક લોકોને ટિપ્પણી કરવાની કુટેવ હોય છે , કંઈ પણ સમજ્યા વિના કંઈ પણ બકવાસ કરવી લોકોની માનસિકતા થઈ ગઈ છે ,ત્યારે વન ઇન્ડિયાના લેખક સચિ વ્યાસે જાતીય સતામણી માં લોકોના કપડાં વિશે એક લેખ લખ્યો છે. જાતિય શોષણનો બોગ બનેલ મહિલાઓના કપડાનું મ્યૂઝિયમ! આપણા દેશમાં લગભગ દરરોજ મહિલા કે બાળકીઓની જાતિય સતામણી, છેડછાડ કે બળાત્કારના કિસ્સા સામે આવે છે. આવી ઘટનાઓ પીડિત મહિલાઓને શારીરિક ઉપરાંત માનસિક ત્રાસ પણ ખૂબ આપે છે. ગમે તે ક્ષેત્રમાં દેશ ગમે એટલી પ્રગતિ કરે, મહિલાઓની પરિસ્થિતિ આજે પણ દયાજનક છે. અનેક કાયદા અને નિયમો છતાં મહિલાઓ, યુવતીઓ સંબંધિત સમસ્યાઓ પૂર્ણ થવાનું નામ નથી લેતી. એમાં એક મોટો ભાગ લોકોની માનસિકતા પણ ભજવે છે. આવી કોઇ પણ ઘટના થાય ત્યારે ઘણા લોકો પીડિત મહિલા કે યુવતીના પહેરવેશને દોષ આપતા હોય છે. અનોખું મ્યૂઝિયમ લોકોની આ માનસિકતા