Skip to main content

Posts

Showing posts from February 18, 2018

માનકુવા પોલીસે 5 જુગારીઓને રંગે હાથ પકડી પાડ્યા

ભુજ તાલુકાના માનકુવા પોલીસે આજે હારજીતનો જુગાર રમતા   પાંચ જુગારી ઓને રંગેહાથ પકડી પાડ્યા હતા. માનકુવા પોલીસને ગુપ્તરાહે બાતમી મળી કે અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે.માનકુવા પોલીસે રતીયા ગામની સીમમાં આવેલા આશાબા પીર ની દરગાહ પાસે ઇસમોને જાહેરમાં ધાણીપાસા નો હાર જીતનો જુગાર રમતા પકડી પાડ્યા હતા. જેમાં પોલીસે(૧)ઉમેદસિંહ જાડેજા ઉ.વ.42 (૨)ભિલાલ ઇશાક સમાં ઉ.વ.40 (૩) સુલેમાન શેખ ઉ.વ 28 (૪)કપિલ ગોર ઉ.વ.30 (૫)હુસેન સમેજા ઉ.વ.40 ને ઝડપી પાડયા હતા.પોલીસે રોકડ , મોબાઈલ , રીક્ષા સહિતનો 3,00,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આરોપીઓ વિરુદ્ધ જાહેરમાં જુગાર રમવા વિરુદ્ધનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Video :કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ : Maa Ashapura News)

પાટણમાં લોકશાહીનું ખૂન : પડઘા કચ્છમાં

પાટણમાં દલિત પરીવારને જમીન આપવામાં વિલંબ : લોકશહીનું ખૂન , અગ્નિસ્નાન અને કચ્છમાં પડઘા પાટણમાં દલિત પરિવારને જમીન આપવામાં થયેલા વિલંબ બાદ તાજેતરમાં અગ્નિસ્નાન  નું આત્મઘાતી પગલું ભરવામાં આવ્યું હતું.જેનો સમગ્ર ગુજરાતમાં ભારે વિરોધ થઈ રહ્યો છે.ત્યારે ક્ચ્છ માં પણ આ ઘટનાના સુર વ્યક્ત થઈ રહ્યા છે. ( Video :તરા(મંજલ) યુવક મંડળ દ્વારા ભુજ નખત્રાણા હાઇવે પર કરવા માં આવ્યો ચક્કાજામ. ) આ ઘટનાને કચ્છના દલિત આગેવાનોએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી.ત્યારે આ બનાવ ના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે.ત્યારે ક્ચ્છ માં અત્યારે ઉગ્ર માહોલ જણાઈ રહ્યો છે.કચ્છના નખત્રાણા તાલુકામાં આ ઘટનાને લઈને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે. ( Video :કચ્છની સૌ પ્રથમ 24 કલાકની ન્યુઝ ચેનલ , સૌથી વધારે ફેલાવો ધરાવતી ચેનલ Maa Ashapura News) શહેરના મુખ્યમાર્ગો પર ચક્કાજામ કરીને આ ઘટનાને વખોડી કાઢી હતી.મુખ્યમાર્ગો પર ટ્રાફિક જામ થતા જ ઠેર ઠેર ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાય હતા.જ્યારે જેને લઈને સામાન્ય જનતાને હાડમારી વેઠવાનો વારો આવ્યો હતો.તો બીજી તરફ કચ્છના ભુજ , ગાંધીધામ ખાતે પણ દલીત સમાજ દ્વારા આ ઘટનાનો ઉગ્ર  વ