કચ્છ ક્રાઈમ ફાઈલ : બીદડા માં જુગાર પકડાઈ ,રેલવેના બે કર્મી બુટલેગર , મુન્દ્રામાં કપાસ ચોર પોલીસ પાંજરે , વિદ્યાર્થીને બેભાન બનાવાયો , શંકાસ્પદ ગૌમાંસ પકડાયું , સગીર બાળક 3 બાઈક સાથે પકડાયો, Note : વધુ ક્રાઈમ સમાચાર જાણવા આ લિંક સમયાંતરે ઓપન કરતાં રહેવી. (મા ન્યુઝ , કચ્છ )માંડવી તાલુકાનાં બીદડા ગામે જુગાર પકડાઈ . કરશન જુમાભાઈ સંઘાર , છગન પેટણી , મમુ જુમા સંઘાર , મંગલ જુમા સંઘાર , જુમા સંઘાર , કરશન પરબત સંઘાર , અને સુલતાન કમરુદિન શેખ ની ધરપકડ કરવામાં આવી છે , રોકડ 4120 તથા મોબાઈલ સહિત 6120 મો મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો છે. (મા ન્યુઝ , કચ્છ ) ભુજ બી ડિવિઝન પોલીસે આજે ભુજના સરપટનાકા બહાર આવેલી આશાપુરા ટાઉનશીપમાં તેમના ભાડાના મકાનમાં દરોડો પાડી 3150 રૂપિયાની કિંમતની વ્હિસ્કીની 9 બોટલ જપ્ત કરી હતી , ભુજ રેલવે પોલીસ મથકે આર.પીએફ માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં બલજીત ધરમવીર દહિંયા અને પંકજ નિરંજનલાલ શર્મા ની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે, બંને આરપીએફ જવાનો હરિયાણાના વતની છે. (Video : કચ્છની સૌથી વધારે નેટવર્ક ધરાવતી અને કચ્છની પ્રથમ 24 કલાક ની ચેનલ : મા આશાપુરા ન્ય...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ