મહેશ્વરી સમાજના આરાધ્ય ધણી માતંગ દેવના પોસ્ટરને અસામાજિક તત્વો એ આગ ચાંપી દેતા સમાજમાં રોષ.. સમાજના ભાઈઓએ ભુજપુર-મુન્દ્રા હાઈવે કર્યો બંધ કરી રેલી કાઢી વિરોધ દર્શાવ્યો.. અસામાજિક તત્વોનો ત્રાસ આજકાલ સમગ્ર કચ્છમાં વર્તાઈ રહ્યો છે ત્યારે આજે ફરી એક કિસ્સો સપાટી પર આવ્યો છે. મળતી માહિતી અનુસાર મહેશ્વરી સમાજના આરાધ્ય ધણી માતંગ દેવ તેમજ બાબા સાહેબ આંબેડકર ના બેનર ને પોસ્ટર કોઈ અસામાજિક તત્વોએ બાળી દેતા સમગ્ર સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી. નરેશભાઈના જણાવ્યા અનુસાર ભુજપુર બસ સ્ટેન્ડ પાસે ધણી માતંગ દેવ તેમજ બાબા સાહેબ આંબેડકરનું બેનર લગાવવામાં આવેલુ હતું. જેને ગત રાત્રે કોઈ અજાણ્યા અસામાજિક તત્વો એ બાળી નાખતા સમગ્ર સમાજના ભાઈઓ, સમગ્ર નાની મોટી ભુજપુર સમાજ તેમજ પંચાયત દ્વારા રેલી કાઢી ને વિરોધ દર્શાવામાં આવેલ છે. હાલ ભુજપુર-મુન્દ્રા હાઈવે જામ કરી દેવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.. મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news...