Skip to main content

Posts

Showing posts from June 18, 2018

ભુજમાં નાના ભાઈના પરિવારને જીવતાં સળગાવનાર મોટાભાઈ સહિત વધુ બેનાં મોત..

વડીલોપાર્જીત મકાનની માલિકી મુદ્દે નાના ભાઈના નિંદ્રાધીન પરિવારના 4 સભ્યોને પેટ્રોલ છાંટી જીવતાં સળગાવી દેવાની ચકચારી ઘટનામાં આરોપી સહિત વધુ બેનાં મોત નીપજ્યાં છે. ભુજ એ ડિવિઝન પોલીસ મથકના જણાવ્યા મુજબ ગઈકાલે ગંભીર રીતે દાઝેલાં મહમદ ઇબ્રાહીમ હાજી ઇસ્માઇલશા પીર (ઉ.વ. 67) અને આરોપી યુસુફશા હાજી ઇસ્માઇલશા પીરે આજે સારવાર દરમિયાન જી.કે.જનરલ હોસ્પિટલમાં દમ તોડી દીધો છે. ઉલ્લેખનીય છે કે, શનિવારની રાત્રે મકાનના ડખ્ખામાં યુસુફશાએ તેના નાના ભાઈ મહમદ ઈબ્રાહીમ અને તેની પત્ની, બે પુત્રીઓ પર પેટ્રોલ છાંટી કાંડી ચાંપી દીધી હતી. જેમાં માતાપુત્રી એવા શેરબાનુ મામદ ઇબ્રાહીમ પીર અને ઝુલેખા મામદ ઇબ્રાહીમ પીર નાં મૃત્યુ થયાં હતાં. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

ભુજ શહેરના સંજોગનગર વિસ્તારમાંથી ધાણી પાસાનો જુગાર પકડી પાડતી એલ.સી.બી. પોલીસ..

પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક ભુજની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી., પશ્ચિમ કચ્છ-ભુજ ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.આલ ની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ સ્ટાફના માણસો ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ કોન્સટેબલ મયુરસિંહ જાડેજા ને બાતમી રાહે હકીકત મળેલ કે ખારી નદી રહીમનગર રોડ ઉપર આવેલ નર્સરીમાં અમુક ઇસમો જાહેરમાં ગોળ કુંડાળુ વાળી ધાણી પાસા વડે રૂપીયાની હાર જીતનો જુગાર રમી અથવા રમાડતા હોય જે બાતમી આધારે તરત જ વર્ક આઉટ કરી રેડ કરતા (૧) રમજુ અબ્દ્રેમાન જીએજા, ઉ.વ.૩૯, રહે. મોટાપીર ચોકડી, બીજી પાપડીની બાજુમાં, સંજોગનગર, ભુજ (ર) સદામ રમજાન સીદી, રહે.ખાસરા ગ્રાઉન્ઠની બાજુમાં, પાણીના ટાંકાની નીચે, સંજોગનગર, ભુજ (૩) સમીર હસન આરબ, રહે.સંજોગનગર, મોટાપીર રોડ, જત હોટલની પાછળ, ભુજ (૪) મોજમઅલી મોહમદઅલી શેખ, રહે. હાલે-મોટાપીર ચોકડી, પ્રભાત બેકરીની બાજુમાં, ભુજ, મુળ રહે- ગામ પૌલી, તા.ધાનખાટા, જિ.સંતકબીર નગર, યુ.પી. (પ) સતાર રસીદ મેમણ, રહે.મોટાપીર રોડ, અંબાજી ગરબી ચોકની બાજુમાં, સંજોગનગર, ભુજ (૬) લીયાકત રમજાન સુરંગી, રહે.કંજલી નગર, ખારીનદી રોડ, ભુજવાળા

ભુજ પાલિકામાં સંખ્યાબંધ બોગસ કામદારોના નામે ચૂકવાતો પગાર : તપાસ ક્યારે?

ભુજપાલિકામાં આડેધડ ભરતી કરાયેલા કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓ તથા બોગસ કામદારોના કારણે પાલિકાની તિજોરી પર પગારનું ભારણ વધ્યું છે. આ ભારણ એટલું વધી ગયું છે કે દર માસે અડધો માસ થઈ ગયા છતાં રોજમદાર, ફિકસ વેતનના કર્મચારીઓ તો ઠીક કાયમી કર્મચારીઓને પણ પગાર કરવા મુશ્કેલ થઈ રહ્યા છે. જેના કારણે જે કર્મચારી ખરેખરે કામ કરે છે તેઓને પણ દર માસે નિયત તારીખે પગાર છેલ્લા એક વર્ષથી મળી રહ્યો નથી. ગત વર્ષે તો પરિસ્થતી એટલી વકરી હતી કે ત્રણ માસ સુધી કર્મચારીઓને પગાર મળી શકયો ન હતો જેના કારણે તહેવારોમાં ગરીબ કામદારાનો ઘરે ખાલી વાસણો ખખડે તેવી સ્થીતી પેદા થઈ હતી. આ સ્થિતી હવે દર માસે સામે આવી રહી છે અગાઉ ફિકસવેતનકારો કે કોન્ટ્રાકટબેઝ ના કર્મચારીઓને નિયમિત પગાર અપાતો ન હતો હવે તોકાયમી કર્મચારીઓ પણ ઝપેટમાં આવી જાય છે. સુત્રોના જણાવ્યા મુજબ દર માસે ૨૫ લાખથી વધુનો જે પગાર ચુકવાય છે તેમાં તપાસ કરાય તો અનેક બોગસ વ્યકિતઓના નામે પણ પગાર થાય છે . જે વર્ષોથી ચાલ્યું આવે છે તેમજ છેલ્લા બે વર્ષમાં તેનું પ્રમાણ વધ્યું છે. જે શખ્સોને ખુદ તેના વિભાગના કર્મચારીઓ જાણતા નથી તેવા કામદારોના નામ ચોપડે ચડાવીને હાજરી પ

અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પાસે હૂમલો : ૨૦ના મોત..

અફઘાનિસ્તાનના નાનગરહર પ્રાંતનાં જલાલાબાદમાં રવિવારે ભારતીય દૂતાવાસ નજીક આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં ૧૪ લોકોનાં મોત નીપજયાં છે જયારે ૪૫ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. ગવર્નરનાં કાર્યાલયની બહાર બ્લાસ્ટ થતાં નાસભાગ થઈ હતી. આ વિસ્તારમાં જ ભારતીય દૂતાવાસ કચેરી આવેલી છે. ગવર્નર પ્રવકતા અતાતુલ્લાહ ખોગ્યાનીના જણાવ્યા પ્રમાણે હુમલો કરનારો કાર્યાલય સુધી ચાલીને આવ્યો હતો. આ બ્લાસ્ટ બાદ કોઈ આતંકી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. નાનગરહર પ્રાંતના પોલીસ અધિકારી ગુલામ સ્તાનિકઝીએ જણાવ્યું હતું કે, મૃત્યુ પામનારા અને ઈજાગ્રસ્તોમાં મોટાભાગના તાલિબાની હોવાનું માનવામાં આવી રહ્યું છે. રવિવારે થયેલા હુમલા પાછળ આઈએસઆઈએસનો હાથ હોવાની શંકા સેવાઈ રહી છે. ઈદ મનાવવા માટે એકઠાં થયેલાં લોકોને નિશાન બનાવી આ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે શનિવારે જલાલાબાદમાં આત્મઘાતી હુમલો થયો હતો જેમાં ૩૬ લોકોનાં મોત નીપજયાં હતાં. આ હુમલાની જવાબદારી આઈએસઆઈએસે લીધી હતી. રવિવારે પણ ઈદની ઉજવણી દરમિયાન અફઘાન સૈનિકો અને તાલિબાનો પર હુમલો કરાયો હતો. હુમલો કરનારાઓનો ટાર્ગેટ અફઘાન સૈનિકો અને નેતાઓને પાઠ ભણાવવાનો

ગુજરાતને મળ્યું હવે બીજું એક નામ, ભારતનું ત્રીજું સૌથી ઉજ્જળ રાજ્ય..

ભારતમાં રણપ્રદેશ ધરાવતા વિસ્તારોમાં ગુજરાત ત્રીજા ક્રમાંકે આવે છે. પહેલા ક્રમાંકે ઝારખંડ અને બીજા પર રાજસ્થાન આવે છે. ગુજરાતના ૧.૯૬ કરોડ હેકટર્સ વિસ્તારમાંથી ૫૨ ટકા રણપ્રદેશ છે. ઝારખંડમાં ૬૮.૯૮ ટકા રણવિસ્તાર છે જયારે ગુજરાત અને રાજસ્થાનમાં ૬૨.૯૦ ટકા વિસ્તાર રણપ્રદેશ છે.  તાજેતરમાં જ સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) દ્વારા રીલિઝ કરવામાં આવેલા ડીઝર્ટીફિકેશન એન્ડ લેન્ડ ડિગ્રેડેશન એટલાસ ઓફ ઈન્ડિયા ૨૦૧૬ અનુસાર, ૨૦૦૩-૨૦૦૫ અને ૨૦૧૧-૨૦૧૩ દરમિયાન ઝારખંડમાં રણવિસ્તારમાં ૧.૦૧ ટકા વધારો થયો છે જયારે રાજસ્થાનમાં ૦.૨૯ ટકાનો ઘટાડો થયો છે. Desertification એટલે કે ઉજ્જડ જમીન એવા વિસ્તારને કહેવામાં આવે છે, જયાં શુષ્ક જમીન વધારે હોય, પાણીનું પ્રમાણ ઘટી ગયું હોય અને હરિયાળી તેમજ વાઈલ્ડલાઈફમાં પણ ઘટાડો થયો હોય.  એટલાસ અનુસાર પાછલા આઠ વર્ષમાં પાણીને કારણે મહત્તમ ધોવાણ થયું છે. ૧.૮૫ લાખ હેકટર જમીનમાંથી ૭૧,૩૯૮ હેકટર જમીનનું ધોવાણ થયું છે. વિશ્લેષણ અનુસાર, દેશના TGA (Total Geographic Area)માં ઉતરતા ક્રમમાં જોવા જઈએ તો સૌથી વધારે લેન્ડ ડિગ્રેડેશન રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક

ડિઝલના વધતા ભાવોના વિરોધમાં આજે ટ્રક ચાલકોની દેશવ્યાપી હડતાળ..

છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે તેને જોતા ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટે દેશવ્યાપી હડતાળનો નિર્ણય કર્યો છે. દેશભરના ટ્રક ચાલકો આજે પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવોના વિરોધમાં હડતાળ પર ઉતર્યા છે. આ સાથે જ ઓલ ઈન્ડિયા કોફેડરેશન ઓફ ગુડ્ઝ વેહિકલ્સ ઓનર્સ એસોસિએશને પણ આ હડતાળમાં શામેલ થવાનો નિર્ણય લીધો છે. એસોસિએશન અનુસાર આજે લગભગ 50 લાખ વાહન હડતાળ પર રહેશે. તે રસ્તા પર ચાલશે નહિ. આ તમામ ટ્રક ચાલકોની માંગ છે કે પેટ્રોલિયમ પદાર્થના ભાવોને તાત્કાલિક અસરથી ઘટાડવામાં આવે. વળી, ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ હાલમાં જ 2018-19 માટે વિમાની રકમ વધારી દીધી છે. જેને 30 ટકા વધારવામાં આવી છે. ત્યારબાદ નવા પ્રીમિયમ રેટ 18, 19 અને 30 કરી દેવામાં આવ્યા છે. આ અંગે પણ ટ્રક માલિકોમાં નારાજગી છે. ટ્રક માલિકોનું કહેવુ છે કે અમે પહેલેથી જ મોંઘા ડિઝલના કારણે પરેશાન છીએ સાથે જ ટાયર અને સ્પેયર પાર્ટ્સના ભાવો પણ વધારવામાં આવ્યા છે. જેના કારણે ગાડીઓની જાળવણીનો ખર્ચ પણ વધી ગયો છે. આ ઉપરાંત ગાડી પર લોન અને રોડ ટેક્સ પણ ઘણો વધુ છે.